તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોગવાડ ગામને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી: ડાંગ જિલ્લા સહિત ઉપરવાસમા ભારે વરસાદને પગલે ચીખલી તાલુકામાં જોગવાડ ગામને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. ચીખલી પંથકમાં શુક્રવારે વરસાદનું પ્રમાણ નહીંવત રહ્યું હતું

જોગવાડ ગામને તંત્ર દ્વારા એલર્ટ રહેવાની સૂચના

ડાંગ જિલ્લામાં સાપુતારા સહિત વિસ્તારમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને અંબિકા નદીમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા તંત્ર દ્વારા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીના તટે આવેલા જોગવાડ ગામને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. આ માટે તંત્ર દ્વારા ગામના સરપંચ અને તલાટીને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તાલુકામાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદી પણ બંને કાંઠે વહી રહી છે અને સ્થાનિક કોતરોમાં પણ પાણીની માત્રા વધવા પામી છે. દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનું પ્રમાણ રહ્યું હતું. ચીખલીમાં શુક્રવારના રોજ 15 મિ.મી. વરસાદ પડ્યો હતો.


અન્ય સમાચારો પણ છે...