તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારત- બાંગ્લાદેશની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: એશિયા કપની ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ વચ્ચે યોજાયેલી ફાઈનલ મેચ તથા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી-20 ક્રિકેટ મેચ પર મોબાઈલ ઉપર સટ્ટો રમાડતા બીલીમોરામાંથી 3ને એલસીબીએ ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
- ભારત- બાંગ્લાદેશની ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા
- આ કેસમાં પોલીસે છ વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા
- બીલીમોરામાંથી રૂ. 56550નો મુદ્દામાલ કબજે લીધો
જિલ્લામાં સટ્ટો રમાડતા શખ્સોને ઝડપી પાડવાની સૂચના પોલીસવડા એમ.એસ.ભરાડા એલસીબી પીઆઈ આર.એસ.ડોડીયાને આપી હતી. તેમણે તેમની ટીમ સાથે પ્રોહિબિશન સહિત જુગારની પ્રવૃત્તિ ઉપર બ્રેક લગાવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. એ દરમિયાન જમાદાર જગદીશ તથા અ.હે.કો. સુનિલસિંહ, કોન્સ્ટેબલ ગોવિંદભાઈ, પેરોલ ફર્લો સ્કવોર્ડના કલ્પેશભાઈ સાથે જિલ્લામાં રેડ એલર્ટને પગલે પેટ્રોલિંગમાં હતા.

એ દરમિયાન જમાદાર જગદીશભાઈને બાતમી મળી હતી કે બીલીમોરાના ગૌહરબાગ, આનંદ સિનેમાની સામે રહેતા દર્શનભાઈ ઠક્કરના ઘરમાં ઓસ્ટ્રેલિયા તથા સા.આફ્રિકા વચ્ચે ચાલતી ટી-20 મેચ તેમજ હાલમાં ભારત તથા બાંગ્લાદેશ વચ્ચેની ફાઈનલ ટી-20 એશિયા કપની ક્રિકેટ મેચ ટીવી ઉપર નિહાળી મોબાઈલથી રન, કેચ, બેટિંગ વિકેટ તથા મેચના હારજીતના પરિણામ અંગે ક્રિકેટનો સટ્ટો ચલાવે છે. મોબાઈલ ફોન ઉપર અલગ અલગ ગ્રાહકોથી આંકડા ઉપર રોકડ રૂપિયાની હારજીત કરી ક્રિકેટનો સટ્ટો ચલાવે છે.

જેથી એલસીબીની ટીમે બાતમીના આધારે રેડ કરતા દર્શન ઠક્કર તેમની સાથે કૌશલ ઠાકોરભાઈ પંચાલ (રહે. ગૌહરબાગ, બીલીમોરા) તથા વિનેશ સુમનભાઈ દેસાઈ (રહે. તલોધ)ને ઘટનાસ્થળેથી ઝડપી પાડ્યા હતા.પોલીસે તેમની પાસેથી જુદી જુદી સામગ્રી કબજે કરી કુલ રૂ. 56550નો મુ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં સંડોવાયેલા 6 જેટલા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.
કબજે લેવાયેલી સામગ્રી
પોલીસે રેડ કરી ઘટનાસ્થળેથી ડબ્બો (સટ્ટો)માં ઉપયોગી સામગ્રી રૂ. 12 હજારના ફોન નં. 3, રૂ. 15 હજારની સેમસંગ કંપનીનું ટીવી, રૂ. 1 હજારનું સેટઅપ બોક્સ તથા રિમોટ, કાચી ચિઠ્ઠી તથા કોરી નોટબુક, રોકડા રૂ. 18550, રૂ. 10 હજારની બાઈક (નં. જીજે-15-એન-2670) મળી કુલ રૂ. 56550નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કોને કોને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસની રેડ દરમિયાન મેચના સટ્ટામાં સંડોવાયેલા રીતેશ અગ્રવાલ (વડોદરા), શીલુ ચીકન (બીલીમોરા), બાબુ ટંડેલ (બીલીમોરા), દર્શન પ્રોફેસર (રહે. ધમડાછા, ગણદેવી), મુન્નો (બીલીમોરા) તથા અનિલ (રહે. બીલીમોરા)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...