કેલીયા- જૂજ ડેમમાં પાણીની આવક વધતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા: વાંસદા તાલુકામાં છેલ્લા બે દિવસથી શરૂ થયેલા મુશળધાર વરસાદને લઈ વાંસદા તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન જૂજ અને કેલીયા ડેમમાં વરસાદી પાણીની આવક પૂરજોશમાં શરૂ થઈ છે. જૂજ ડેમમાં હાલમાં 80 ટકાથી વધુ પાણી ભરાયું છે અને કેલીયા ડેમમાં પણ 70 ટકાથી વધુ પાણી ભરાયુ છે. આમ બંને ડેમ ઓવરફલો માટે 2 મીટર ભરાવાનો બાકી છે. જૂજ ડેમમાં હાલમાં 165.70 મીટર પાણી છે, જ્યારે 167.50 મીટરે ઓવરફલો થાય છે. એજ રીતે કેલીયા ડેમમાં હાલમાં 111 મીટરનું લેવલ છે અને 113.40 મીટરે ઓવરફલો થાય છે.
 
નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
 
વાંસદા તાલુકાના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયા તળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, ચીખલી તાલુકાના દોણજા, હરણગામ, ચીખલી, ખૂંધ, ઘેકટી, ગણદેવી તાલુકાના ઉંડાચ અને, ગોયંદી, ખાપરવાડા અને દેસરા. કેલીયા ડેમ વિસ્તારના ગામો જેમાં વાંસદા તાલુકામાં કેલીયા, ચીખલી તાલુકામાં કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ગોડથલ, કણભઈ, સિયાદા અને ગણદેવી તાલુકામાં ગોયંદી, ખાપરવાડા, દેસરા ગામના લોકોને અને નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી તંત્ર દ્વારા અપાઈ છે.
અન્ય સમાચારો પણ છે...