તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જન માટે તંત્ર થયું સજ્જ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીમાં પૂર્ણા નદીના કાંઠે વિરાવળ સ્થિત મુખ્ય ઓવારા ઉપર બે મેન્યુઅલ અને એક ક્રેઈન મળી ત્રણ જગ્યાએથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાશે.વિરાવળ ઓવારા ઉપરથી 4500 ઉપરાંત ધારાગીરી અને જલાલપોર ઓવારા ઉપરથી પણ 2500 શ્રીજીની પ્રતિમાનું વિસર્જન થશે.
 
નવસારીમાં શ્રીજી પ્રતિમાના વિસર્જન માટે તંત્ર થયું સજ્જ
 
જિલ્લા પોલીસવડા એમ.એસ.ભરાડા તથા ટીમ ઉપરાંત ગણેશ સંગઠનના પ્રમુખ કનકસિંહ બારોટ, ઉપપ્રમુખ ગુણવંત પટેલ સહિત હોદ્દેદરોએ ઓવારાનું નિરીક્ષણ કર્યું હતું. પૂર્ણા નદી ઉપર વિરાવળના મુખ્ય ઓવારા ઉપરથી વિસર્જન માટે 300 તરવૈયાઓ સેવા આપશે. ઉપરાંત 150 ગણેશ સંગઠનના કાર્યકરો વિસર્જનયાત્રામાં સંકલનની કામગીરી બજાવશે.  પોલીસવડાના માર્ગદર્શન હેઠળ 4 નાયબ પોલીસ અધિક્ષક, 13 પોલીસ ઈન્સ્પેકટર, 31 પીએસઆઈ, 647 પોલીસ કર્મચારી, 2 એસઆરપી કંપની, 1070 હોમગાર્ડ સહિત ક્વીક રિસ્પોન્સ અને બીડીએસની ટીમ સાથે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અન્ય સમાચારો પણ છે...