નવસારીમાં દહીંહાંડી ફોડવા માટે 9 ટીમો મેદાનમાં ઊતરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
નવસારી: નવસારીનું લુન્સીકૂઈ મેદાન જય કનૈયાલાલકીના નાદથી મંગળવારે ગૂંજી ઉઠશે. જન્માષ્ટમી મહોત્સવને લઈ ગત વર્ષની માફક ચાલુ વર્ષે પણ લુન્સીકૂઈ મેદાનમાં દહીંહાંડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના 9 મંડળો આ મહોત્સવ દરમિયાન દહીંહાંડીની સ્પર્ધામાં ભાગ લેશે. દહીંહાંડી સમિતિ તેમજ સમગ્ર સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન નવસારી દ્વારા 15મી ઓગસ્ટને જન્માષ્ટમીના દિને દહીંહાંડી મહોત્સવનું આયોજન કર્યું છે.

લુન્સીકૂઈ જય કનૈયાલાલકી નાદથી ગૂંજશે

દહીંહાંડી સ્પર્ધા બપોરે 1 કલાકે લુન્સીકૂઈ ઉપર શરૂ થશે. એ સાથે જ ફોટોગ્રાફી સ્પર્ધા પણ રાખવામાં આવી છે.  પ્રસંગે નવસારીનાં સાંસદ સી.આર. પાટીલ, વિધાનસભાના દંડક આર.સી. પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય મંગુભાઈ પટેલ, પોલીસ અધિક્ષક એમ.એસ. ભરાડા, નવસારી પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ.ડી. પટેલ હાજર રહેશે. 
અન્ય સમાચારો પણ છે...