તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાંગમાં 6 ઈંચ વરસાદ: ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ, નદીઓ બે કાંઠે વહેતી થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જયારે છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગીરાધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જ્યારે ડાંગમાં આવેલ નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. આ ઉપરાંત અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ છે જેને જોવા લોકો ઉમટી પડ્યા હતાં. ડાંગ જિલ્લાના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તંત્રએ નદી કાંઠાના ગામોને એલર્ટ પણકરી દીધા છે. 
નવસારીના ઉપરવાસ ડાંગ જિલ્લામાં 24 કલાક માં 7 ઇંચ વરસાદ ખાબકતાં નવસારી જિલ્લા ની અંબિકા અને પૂર્ણાં નદી માં ઘોડાપુર આવવાની શકયતાઓ ના પગલે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નદી કાંઠા ના ગામો ને એલર્ટ કરવામા આવ્યા છે તથા ડાંગ જીલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ ખાબકતાં તમામ નદીઓનાં નીર ખળખળ વેહવા લાગ્યા છે જ્યારે વઘઈ નજીક આવેલ ગીરાધોધ સોળેકળાયે ખીલી ઉઠ્યો છે.
 
છેલ્લા 24 કલાકમાં ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડાંગ જિલ્લામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે જેને લઈને સમગ્ર ડાંગની નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જ્યારે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે રસ્તાએ પર પાણી ભરાઈ ગયા હતા જ્યારે ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી પણ થયા છે. ડાંગ જિલ્લાના 8 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. જ્યારે નવસારીની અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેતી થતાં આસપાસના લોકો જોવા દોડી આવ્યા હતાં. 

ગીરાધોધમાં પહેલીવાર આવ્યું આટલું પાણી

ઉપરવાસમાં ધોધમાર અને ડાંગ જિલ્લામાં 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.  જેને કારણે સમગ્ર ડાંગ જિલ્લામાં પાણી જ પાણી જોવા મળ્યું છે. જ્યારે ગીરાધોધમાં પણ ફૂલ પાણી જોવા મળ્યું હતું. અહીં કોઈ ડૂબી જવાની ઘટના ના બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગીરાધોધમાં આટલું પહેલીવાર આવ્યું છે. ભારે વરસાદને કારણે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. 

ગીરાધોધ પર્યટકો માટે કરાયો બંધ

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જ્યારે છેલ્લા 24 કલાકમાં પડેલા 6 ઈંચ જેટલા વરસાદને કારણે ગીરાધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. અહીં કોઈ ડૂબી જવાની ઘટના ન બને તે માટે સ્થાનિર દ્વારા એક કમિટી બનાવવામાં આવી જે અહીં નજર રાખી રહ્યા છે. ગીરાધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. 

ડાંગમાં ખિલ્યું કુદરતી સૌંદર્ય

ડાંગ ગુજરાતનું કાશ્મીર કહેવામાં આવી રહ્યું છે ત્યારે ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણીને કારણે જિલ્લાની સમગ્ર નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. જેને લઈને પર્યટકો માટે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ઝરઝર વરસાદને કારણે ડાંગ જિલ્લામાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...