તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકેરી: પરિવારને સમજાવતા ખૂડવેલની મૃત યુવતીની દફનવિધિ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરી: ખૂડવેલ ગામની બે સગી મુસ્લિમ બહેનો ગુમ થયા બાદ બંનેની લાશ ચેકડેમમાંથી મળી હતી.શાહીનબાનુની લાશનું રેફરલમાં પીએમ કર્યા બાદ જ્યાં સુધી ગુનેગાર ન ઝડપાય ત્યાં સુધી લાશની દફનવિધિ ન કરવાનુ જણાવી લાશને કોલ્ડરૂમમાં મુકવામાં આવી હતી પરંતુ સોમવારે સાંજે દફનવિધિ કરવામાં આવતા પોલીસને રાહત થઈ છે.
ખૂડવેલના સઈદભાઈ ખલીફાની પુત્રી શાહીનબાનુ અને શાહીસતાબાનુ શુક્રવારે ગુમ થઈ હતી. શનિવારે ખરેરા નદીના ચેકડેમમાંથી શાહિસતાબાનુની લાશ મળી હતી.
બે બહેનોગુમ થયા બાદ લાશ મળી આવી હતી

પોલીસે ગુનો નોંધી શાહીનબાનુની શોધખોળ ચાલુ રાખી હતી. જેની લાશ પણ રવિવારે ચેકડેમમાંથી મળી હતી. પોલીસે મોટી દીકરીની લાશનું પણ પેનલ પીએમ કરાવી એફએસએલની મદદથી તપાસ હાથ ધરી હતી પીએમમાં બંને બહેનોના મોત પાણીમાં ડુબવાથી થયા હતા અને શરીરે ઈજાના નિશાન ન હતા. શાહીસતાબાનુની લાશની દફનવિધિ શનિવારે જ કરી દેવાય હતી.શાહીનબાનુની લાશની દફનવિધિ ન કરી જ્યાં સુધી હકીકત બહાર ન આવે અને આરોપી ન પકડાય ત્યાં સુધી ન દફનાવવાનું નક્કી કરી આલીપોર હોસ્પિટલમાં કોલ્ડ સ્ટોરેજમાં મુકવામાં આવી હતી. જોકે પાછળથી સોમવારે સમજાવટથી મોટી દીકરીની લાશની પણ દફનવિધિ કરવામાં આવી હતી.
બે શકમંદ યુવકોની પૂછપરછ પરંતુ શંકાસ્પદ કંઇ ન જણાયું

પોલીસે કપરાડા તાલુકાના વાડીજંગલ ગામેથી સુનિલ અને સુભાષની પૂછપરછ હાથ ધરી હતી. આ બંને યુવકો અગાઉ કલીયારી મધર ટેરેસા હાઈસ્કૂલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હતા અને બંને બહેનો સાથે પરિચય હોવાનું જાણવા મળ્યું હતું. જોકે પૂછપરછમાં બે બહેનના રહસ્યમય મોત સંબંધે ખાસ કંઈ તથ્ય બહાર આવ્યું ન હતું.
નજીકના વ્યકિતઓ શંકાના દાયરામાં, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો