તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાપુતારામાં સારા વરસાદને કારણે ગણદેવી તાલુકાનો દેવધા ડેમ છલકાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા: ગણદેવી તાલુકાના દેવધા ગામે આવેલ ડેમ ઉપરવાસમાં આવેલ ભારે વરસાદને કારણે અંબીકા નદીમાં પાણીની આવક વધતા ડેમ છલકાયો હતો. જોકે ગણદેવી તાલુકામાં હાલ સુધી માત્ર 380 મીમી વરસાદ નોંધાયો છે.  ગણદેવી તાલુકાના દેવધા ગામમાંથી વહેતી લોકમાતા અંબિકા નદી ઉપર બાંધવામાં આવેલ ડેમ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક જ વધતા ડેમ છલકાયો છે. અંબિકા ડીવીઝન દ્વારા દર વર્ષની 15મી જુને ડેમના દરવાજા વરસાદી સીઝનમાં ખોલી નાખવામાં આવતા હોય છે.
 
શુક્રવારે સાંજના સમયે દેવધા ડેમમાં પાણીની સપાટી 4.100 મીટર નોંધાઈ
 
સંગ્રહ કરેલ પાણી વરસાદી સીઝનમાં નવા પાણી આવતું હોય તેને વહેવડાવી દઇ નવું પાણી ડેમમાં આવે છે. આમ તો ગણદેવી તાલુકામાં વરસાદી સીઝનનો હાલ સુધી 380 (15 ઇંચ) 15 ઇંચ વરસાદ ગણદેવી મામલતદાર કચેરી ખાતે નોંધાવા પામ્યો છે. ગણદેવી તાલુકામાં વરસાદી માહોલ (વાતાવરણ)સર્જાવા છતા વરસાદ નહી પડતા ખેડૂતો નાખુશ છે. શુક્રવારે મોડી સાંજે દેવધા ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારેથી અતીભારે વરસાદને પગલે અંબિકા નદીની જળ સપાટી વધતાની સાથે ડેમ છલોછલ ભરાયો હતો. અંબિકા નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી.

 લોકોમાતા અંબિકા ચોમાસા ઋતુમાં ચાલુ વર્ષે પહેલીવાર બંને કાંઠે વહેતી થઇ છે નદીમાં પાણીમાં થતાં શુક્રવારે બપોરે 1 કલાકે 3.260 મીટરથી વધી 2 કલાકે 3.560 મીટર સાંજે 4 કલાકે 3.820થી 5 કલાકે 4.100મીટર પાણી વધતું હતુ.મોડી સાંજે 6 કલાકે મામલતદાર કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર 4.410 મીટર લેવલ નોંધાયું હતુ.
 ઉપરવાસમાં વરસાદ જો અનરાધર રહયો હતો. સપાટી હજુ વધવાની સંભાવના છે.
અન્ય સમાચારો પણ છે...