ડાંગ વિસ્તારમાં ઝરમર વરસાદથી વાતાવરણ ઠંડક ફેલાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગજિલ્લાના અનેક વિસ્તારોના ગામોમાં શનિવારે વહેલી સવારે કોઈક ઠેકાણે મધ્યમ તો કોઈ ઠેકાણે ઝરમરીયો વરસાદના પગલે માર્ગો પર ખાડા-ખાબોચીયા છલકાઈ ઉઠતા અહીંનું વાતાવરણ નયનરમ્ય બન્યું હતુ. રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો મિની ચેરાપુંજી તરીકે ઓળખાય છે. ગત વર્ષે ચોમાસા સત્ર દરમિયાન અહીં ઓછો વરસાદ નોધાતાં ચાલુ વર્ષે ઠેર ઠેર પાણી પોકારની સમસ્યા ઉદભવી હતી.
ચોમાસાના સત્રનો પ્રારંભ ન થતા પરિસ્થિતી સંકટમય
આ ચાલુ સત્રના જૂન મહિનાના બે અઠવાડિયા વિતી ગયા હોવા છતાં અહીં ચોમાસાના સત્રનો પ્રારંભ ન થતા અહીંની પરિસ્થિતી સંકટમય બની હતી. અહીંનું આદિવાસી જનજીવન કાગડોળ વરસાદની વાટ જોઈ રહ્યું હતું. એવામાં શનિવારે ગિરિમથક સાપુતારા, માલેગામ, શામગહાન, બારીપાડા, ભુરાપાણી, ચીરાપાડા, દબાસ, મોટીદબાસ, જાખાના, કોટમદર, ગલકુંડ, ચીચપાડા, ચીખલી, મહારાયચોંડ, બોરીગાંવઠા, આહેરડી, મુરબી, માળુંગા, નડગચોંડ સહિત અનેક ગામોમાં વહેલી સવારે ઝરમરીયો વરસાદ પડતા શીતલહેર વ્યાપી ગઈ હતી.
કાહડોળઘોડી સહિત ગામોમાં મધ્યમ વરસાદ, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...