તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉનાની ઘટનાના નવસારીમાં પડઘા: અત્યાચારના વિરોધમાં દલિતોની વિશાળ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી, વેસ્મા: ઉના તાલુકામાં દલિતો ઉપર કરાયેલા અત્યાચારના વિરોધમાં બુધવારે નવસારીમાં દલિતોની વિશાળ રેલી નીકળી હતી.તાજેતરમાં ઉના તાલુકાના સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિના છ ઈસમોને કહેવાતા ગૌરક્ષકોએ મારમારી અત્યાચાર ગુજાર્યો હતો. આ પગલાંના નવસારીમાં પણ પડઘા પડ્યા છે. નવસારીમાં દલિત સમાજે વિશાળ રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. નવસારી જિલ્લા સમસ્ત દલિત સમાજના નેજા હેઠળ બુધવારે બપોરે 3 કલાકે નવસારીમાં નટરાજ ટોકિઝથી એક વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં નવસારી, વિજલપોર ઉપરાંત જિલ્લાભરના દલિતો જોડાયા હતા. રેલી રેલવે સ્ટેશન વિસ્તારથી નીકળી ફુવારા, ટાવર, જૂનાથાણા થઈ લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક પહોંચી હતી. જ્યાં આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરાયા હતા.
અગ્રણીઓએ ઉનાની ઘટનાને વખોડતુ સંબોધન કર્યું
અહીં દલિત સમાજના કેટલાક અગ્રણીઓએ ઉનાની ઘટનાને વખોડતુ સંબોધન કર્યું હતું. રેલી અહીંથી કાલીયાવાડી સ્થિત જિલ્લા સેવાસદન ખાતે પહોંચી હતી. સમગ્ર રેલી દરમિયાન દલિત સમાજના લોકોએ જય ભીમના નારા સાથે ભાજપ અગ્રણીઓની હાય હાયના નારા પણ લગાવ્યા હતા.રેલી જિલ્લા સેવા સદન પહોંચતા કલેકટર રવિ અરોરાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં ઉનાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી સરકારે આ પ્રકરણમાં બેદરકારી દાખવી હોય ગૃહપ્રધાન અને મુખ્ય પ્રધાનના રાજીનામા સુદ્ધાની માગણી કરી હતી. દલિતો સાથે અત્યાચાર વધી રહ્યાનું જણાવી અત્યાચાર રોકવા ભારતના સંવિધાનને મૂળરૂપમાં અમલી બનાવવાની માગ કરી હતી. રેલીમાં એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર, નાનુભાઈ સહિત અનેક અગ્રણીઓ, કાર્યકરો જોડાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે બીલીમોરા સમસ્ત સૌરાષ્ટ્રવાસી દલિત સમાજ દ્વારા અત્યાચાર સામે વિરોધ દર્શાવી પ્રાંત અધિકારી તથા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રેલીને નવસારી કોંગ્રેસનો પણ ટેકો

નવસારીમાં દલિત સમાજની જે રેલી યોજાઈ તેને કોંગ્રેસે પણ ટેકો આપ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ એ.ડી પટેલ અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ દિનેશ રાઠોડ, બિપીનભાઈ રાઠોડ રેલીમાં જોડાયા હતા. જિલ્લા એસ.સી સેલના નેજા હેઠળ આવેદનપત્ર કલેકટરને આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં રાજ્યના અત્યાચાર તથા દલિતોને થતા અન્યાય વિરૂદ્ધ ચિંતા પણ વ્યક્ત કરી હતી. ગણદેવી તાલુકા કોંગ્રેસ દ્વારા પણ ઉનાની ઘટનાના સંદર્ભે મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
જનજીવન રાબેતા મુજબ

ઉના તાલુકાની ઘટના સંદર્ભે દલિત પેન્થર સમાજ દ્વારા આજે બુધવારે ગુજરાત બંધનું એલાન આપ્યું હતું. જોકે આ એલાન સંદર્ભે આજે નવસારી બંધ રહ્યું ન હતું અને મોટાભાગનું જનજીવન રાબેતા મુજબનું રહ્યું હતું. બીજી તરફ દલિત સમાજ દ્વારા નવસારી બંધ કરાવાયું ન હતું અને રેલી કાઢી આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ચીખલીના વંકાલ ગામે જાતિવિષયક ટિપ્પણીમાં એટ્રોસિટીની ફરિયાદ આ અંગે વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો