તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજલપોરનું સૌથી ગંદું સ્થળ રમણીય બનશે, 4.50 કરોડના ખર્ચે થશે કાયાપલટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: વિજલપોરનાં કચરાવાળા તળાવ તરીકે જાણીતા બનેલ ડોલીતળાવની 4.50 કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે કાયાપલટ કરાશે. શહેરનાં સૌથી ગંદા સ્થળને સૌથી સુંદર સ્થળ બનાવાશે. વિજલપોર શહેરનાં છાપરા ગામની હદને અડીને ડોલીતળાવ આવેલું છે. ડોલીતળાવ નજીક વિજલપોર શહેરનો ઘનકચરો ઠાલવવામાં આવે છે. તળાવ નજીક જ કચરો ઠલવાતો હોઇ ડોલીતળાવ કચરાવાળા તળાવ તરીકે પણ ઓળખાઇ છે. આ વિસ્તારમાં શહેરભરનો કચરો ઠલવાતો હોઇ શહેરનો સૌથી ખરાબ ગંદો વિસ્તાર પણ બની ગયો છે.જો કે આ સૌથી ગંદા વિસ્તારને સૌથી સારો વિસ્તાર બનાવવાનું નગરપાલિકાએ આયોજન કર્યુ છે.

ડોલીતળાવની 4.50 કરોડના ખર્ચે કાયાપલટ થશે

આ અંગે મળતી માહિતી મુજબ વિજલપોર શહેરનાં પૂર્વ વિભાગે આવેલ ડોલીતળાવનો વિકાસ કરવાનું નક્કી કરાયું છે.માત્ર વિકાસ જ નહીં આ તળાવને નયનરમ્ય અને સુંદર વિસ્તાર બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. તળાવનાં કાયાપલટ કરવામાં એક અનુભવી કન્સલટન્ટ પાસે પ્લાન બનાવવામાં આવ્યો છે જે પ્લાન બનાવવામાં આવ્યો છે તે અંતર્ગત 4.50 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ આવ્યો છે.આ પ્લાન મુજબ હાલનાં તળાવને ઉંડુ કરી લેવલીંગ કરવામાં આવશે.

તળાવનાં એક ખૂણામાં ગાર્ડન બનાવાશે

તળાવનાં એક ખૂણામાં ગાર્ડન બનાવાશે. તળાવની ફરતે ફુટપાથ બનાવાશે. તળાવ ફરતે દિવાલથી ફેન્સીંગ પણ કરાશે. વધુમાં તળાવ નજીકની કેટલીક જગ્યામાં નાનો કાર્યક્રમ થાય તેવો સ્પોટ પણ વિકસાવવાનું આયોજન છે. આ અંગે વિજલપોર પાલિકાનાં ઇજનેર શશી પટેલે જણાવ્યું કે ડોલીતળાવનાં વિકાસના કામને સૈધાંતિક મંજુરી મળી ગઇ છે.ટી.એસ માટે કામ સરકારમાં મોકલવામાં આવ્યું છે. સરકારની આગવી ઓળખનાં કામ માટે 5 કરોડ રૂપિયાની ગ્રાંટ ફાળવે છે. તેમાંથી નાણાં ડોલીતળાવની કાયાપલટ કરવા માટે મળી શકે છે.

કચરાનું સ્થળ બદલવામાં આવશે?

વિજલપોરનાં ડોલીતળાવ નજીક જ શહેરભરનો કચરો છેલ્લા કેટલાક વખતથી ઠાલવવામાં આવી રહયો છે.જેના કારણે આ વિસ્તાર શહેરનો સૌથી ખરાબ વિસ્તાર બની ગયો છે.આમ તો કચરો મુખ્ય તળાવની બહાર ઠલવાય છે.પરંતુ કચરો તળાવને અડીને જ ઠલવાતો હોઇ તેની અસર તો થાય જ છે.શું ડોલીતળાવનો વિકાસ કરાય પછી પણ કચરો હાલનાં સ્થળે જ ઠલવાશે?જો આમ થાય તો તળાવ વિકાસનો અર્થ રહેશે નહીં.એમ જાણકારો જણાવે છે.પાલિકાએ તળાવ વિકાસની સાથે કચરાનું સ્થળ પણ બદલવું જ પડશે એવું લાગી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો