ઐતિહાસિક દાંડીમાં ટુરિઝમ પ્રોજેક્ટ અંગે અસમંજસતા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: ઐતિહાસિક દાંડીમાં ટુરીઝમ ડિપાર્ટમેન્ટના 29.81 કરોડના પ્રોજેકટ અંગેની સ્થાનિક કક્ષાએ કોઈ જાણકારી ન હોય અસમંજસતા ફેલાઈ છે.  નવસારીથી 15 કિલોમીટર દૂર આવેલા દાંડીમાં સને 1930માં મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોના મીઠાના કાળા કાયદા સામે લડત આપવા દાંડીકૂચ કરી હતી અને મીઠા સત્યાગ્રહ કર્યો હતો.

આઝાદીની લડતનું આ સૌથી મોટુ આંદોલન દાંડીકૂચ હોય અહીંનું દાંડી માત્ર ગુજરાત યા ભારતમાં જ નહીં સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું. દાંડીની આ ઐતિહાસિક ઘટનાને લઈ ભારત સ્વતંત્ર થયું ત્યારથી દાંડીના વિકાસની વાતો ચાલી રહી છે. જોકે એક યા બીજા કારણે દાંડીનો આજદિન સુધી વિકાસ થયો ન હતો. 
 
છેલ્લા કેટલાક સમયથી પુન: ભારત સરકાર અને ગુજરાત સરકારે દાંડીના વિકાસની વાતો શરૂ કરી છે. સરકારે કેટલીક યોજનાઓ પણ બનાવી છે. ત્રણથી ચાર જેટલી યોજનાઓ દાંડી માટે બની છે. જેમાં દાંડીકૂચ સાથે સંકળાયેલી જગ્યાઓના વિકાસ માટેની ગુજરાત સરકારના ટુરીઝમ વિભાગની 29.81 કરોડની યોજના પણ છે. આ યોજના અંતર્ગત દાંડીકૂચ સાથે સંકળાયેલા સ્થળોના વિકાસની વાત છે, જેમાં ગાંધીજીએ જ્યાં રોકાણ કર્યું એ કરાડીનો વિકાસની વાત છે. 

આ જગ્યાએ બનેલા ગાંધીસ્મૃતિ સ્ટેશનના વિકાસની પણ વાત છે. આ ઉપરાંત ગાંધીજીએ દાંડીકૂચ ટાણે રોકાણ કરેલ જગ્યાઓ, દાંડી મેમોરિયલ સહિત અન્ય બાબતોના વિકાસની વાત પણ કરાઈ હતી. પ્રોજેકટ કઈ કક્ષાએ છે તે અંગે પણ ટુરીઝમ વિભાગમાંથી જાણકારી મળી નથી. નવસારી કલેકટર રવિકુમાર અરોરાએ જણાવ્યું કે ટુરીઝમ વિભાગના 29.81 કરોડના પ્રોજેકટ અંગે મને પણ પૂરી માહિતી નથી.

દાંડીમાં ટુરીઝમ વિભાગનો આ એકમાત્ર પ્રોજેકટ નથી. અન્ય પ્રોજેકટો પણ છે. આ પ્રોજેકટમાં એક પ્રોજેકટ નેશનલ સોલ્ટ મેમોરીયલ દાંડી છે. સાંસ્કૃતિક મંત્રાલય ભારત સરકારના આ પ્રોજેકટનો ખર્ચ 90 કરોડ રૂપિયા અંદાજાયો છે. જેની ડિઝાઈન આઈઆઈટી બોમ્બેએ બનાવી છે. આ પ્રોજેકટમાં દાંડીકૂચના સ્થળથી નજીક અનેક પ્રકલ્પો આકાર લેનાર છે. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...