તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બલવાડા પાસે હાઈવે પર કન્ટેનર અને લક્ઝરી અથડાતાં સાત મુસાફરોને ઈજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરી: બલવાડા ને.હા.નં. 8 પર આજે મળસ્કે ટ્રક કન્ટેનરની પાછળ લકઝરી બસ અથડાતા લકઝરીમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજા થતા ઈજાગ્રસ્તોને આલીપોર સાર્વજનિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ને.હા. નં. 8 પર ચીખલી તાલુકાના બલવાડા ગામે આજે વહેલી સવારે મળસ્કે ઓવરબ્રિજ બગલાદેવ મંદિર પાસે વલસાડથી નવસારી જતા ટ્રેક પર મુંબઈથી સુરત તરફ જતી લકઝરી બસ (નં. જીજે-5-બીવી-9532)ના ચાલકે આગળ આવતા ટ્રક કન્ટેનર (નં. ડીડી-03-એફ-9328) સાથે પાછળના ભાગે લકઝરી ધડાકાભેર અથડાવી દીધી હતી.
મુંબઇથી સુરત તરફ જતી લકઝરી આગળ ચાલતા કન્ટેરમાં ઘુસી ગઇ
આ અકસ્માતમાં લકઝરીના કેબિનનો આગળના ભાગનો એક બાજુ ફૂરચેફૂરચા થઈ જતા લકઝરીમાં મુસાફરી કરતા 6થી 7 મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી હતી. જેમાં સુરેશભાઈ ગોવિંદભાઈ જોષી (ઉ.વ.આ. 40, રહે. પાટણ)ને કાનના ભાગે તેમજ મોંના ભાગ ઉપર તેમજ વિજયપાલ બી. ગુર્જર (રહે. રાજસ્થાન)ને પગ અને જમણા હાથમાં તેમજ છાતીના ભાગે તેમજ માથાના ભાગે ઈજા થતા તેમને આલીપોર સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતની કોઈ પોલીસ ફરિયાદ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી દાખલ થઈ નથી. જોકે અકસ્માત જોતા લકઝરી બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતથી દૂર સુધી ધડાકો સંભળાતા હાઈવેની નજીકની હોટલ, ધાબા, ગેરેજવાળાએ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવામાં આવી સારવાર અપાવી હતી.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો