તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં કોંગ્રેસીઓનો ઉગ્ર દેખાવો, કરશે ભાજપના ધારાસભ્યના ઘરે ઘેરાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નોટબંધી બાદ સર્જાયેલી અવ્યવસ્થાને લઈને નવસારીમાં કોંગ્રેસીઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. જેને પગલે 60થી વધુ કાર્યકરોની અટક કરાઈ હતી. હવે આ કોંગીઓએ એક ડગલુ આગળ વધી નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ (ભાજપ)ના ઘરે દેખાવ કરવાનો નિર્ધાર કર્યો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા ભાજપમાં હડકંપ મચ્યો છે.
વિરોધ પક્ષ દ્વારા 28મીના રોજ ભારત બંધનું એલાન

રૂ. 500 અને 1000ના દરની નોટો રદ કરવાના સરકારના નિર્ણયને લઈને લોકોને ભારે હાલાકિ વેઠવી પડી રહી છે. સામાન્ય વર્ગથી લઈને વેપારીવર્ગ સુધીના લોકો પર તેની માઠી અસર વર્તાય રહી છે. લોકો નાણાં મેળવવા બેંકમાં ધરમધક્કા ખાઈ રહ્યા છે. સામાન્ય મજૂરવર્ગ કામ છોડી દેવાનો વારો આવ્યો છે અને નોટો બદલવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની ફરજ પડી છે. જેને લઈને વિરોધ પક્ષે કેન્દ્રની ભાજપ સરકાર સામે બાયો ચઢાવી છે. કોંગ્રેસે પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેના કારણે વિરોધ પક્ષ દ્વારા 28મીના રોજ ભારત બંધનું એલાન કરી દેવાયું છે. જોકે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરી દેવાયું છે. આ અંર્ત્ગત શાકભાજી અને દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ ઉપરાંત શુ્રવારના રોજ નવસારીના જૂનાથાણા વિસ્તારમાં બસ અને ખાગી વાહનો અટકાવ્યા હતા, જોકે આ કાર્યક્રમ થોડો સમય જ ચાલ્યો હતો.
ભાજપ બેડામાં ખળભળાટ મચી ગયો છે

નવસારીમાં કોંગ્રેસી કાર્યકરો રસ્તા ઉપર ઉતરી આવ્યા બાદ હવે ભાજપના નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈના ઘરનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆત કરશે. તે બાબતનું સંપૂર્ણ પ્લાનિંગ પણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ બારોટ સહિત હોદ્દેદારોએ કર્યું છે. જેને લઈને ભાજપ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે. જોકે કોંગ્રેસ ઘરનો ઘેરાવ પહેલા જ ધારાસભ્ય પિયુષ દેસાઈ પરિવાર સાથે અન્યત્ર જવા માટે નીકળી જાય તેવી શક્યતા રહેલી છે.
તસવીરો જાવો આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...