તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: સેલ્સમેનની ચાલાકીએ કપડાના વેપારીને 2.50 લાખનો ચૂનો ચોટાડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: નવસારીમાં બેંક ઓફ ઈન્ડિયામાં વેપારીના બેંકના ખાતામાં ભરવા માટે આપેલા રોકડા રૂ. 2.50 લાખ ગઠિયો કેશિયર પાસેથી લઈ છૂ થઇ ગયો હતો. નવસારીમાં ટાવર નજીક બંસીધર નામની કાપડની દુકાન આવેલી છે. આ દુકાનના માલિક જયંતિભાઈ પટેલે તેમને ત્યાં સેલ્સમેન તરીકે નોકરી કરતા જગદીશભાઈ બાજીરાવ સાંઢે (ઉ.વ. 57, રહે. જૂનાથાણા)ને રોજબરોજની માફક સવારે 11 કલાકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ટાવર શાખામાં રોકડા રૂ. 2.50 લાખ ભરવા માટે મોકલ્યો હતો. બેંકમાં રોકડ રકમનું ભરણુ માટેની બેંકની સ્લીપ પણ દુકાનના માલિકે જયંતિભાઈ પટેલે જ ભરી આપી હતી. આથી રોકડા રૂપિયા કાપડની થેલીમાં મુકી જગદીશ સાંઢે બેંકમાં રોકડા ભરવા પહોંચ્યા હતા.
નવસારીની કાપડની દુકાનના માલિકે સેલ્સમેનને બેંકમાં રૂપિયા ભરવા મોકલ્યો હતો

બેંકનો દરવાજો ખોલી તે અંદર પ્રવેશી નિયમ મુજબ ચીફ કેશિયરની ઓફિસ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન ડાબી સાઈડે એક વ્યક્તિ સ્લીપ ભરતો હતો. તેણે જગદીશને ઉભો રાખી જણાવ્યું હતું કે તમારા શેઠના પૈસા આવેલા છે તેનો આ ચેક છે તેમ જણાવી ચેક જેવુ કાગળ વાળેલુ આપીને ફોન લગાવ્યો હતો અને પછી તરત કાગળ પરત લઈ લીધુ હતું. ફોન પર તેણે વાત કરી હતી કે શેઠ તમારા પૈસા આવી ગયા છે અને તમારો માણસ પૈસા ભરવા આવેલો છે. તો હું તેમની પાસેથી રૂપિયા ભરાવી લઉ છું. જેથી જગદીશ સાંઢેએ પોતાને સ્લીપ ભરતા ન આવડતું હોવાનું અજાણ વ્યક્તિને જણાવ્યું હતું.
અજાણ્યાએ તેને એક સ્લીપબુક આખી કોરી આપી દીધી હતી. જોકે જગદીશભાઈએ પોતાની પાસેની રકમ બેંકમાં ભરવાની હોવાથી તે ત્યાંથી ચીફ કેશિયરની ઓફિસમાં જવા લાગ્યો હતો. તે વખતે અજાણ્યા વ્યક્તિએ પણ પોતાના પૈસા ભરાતા છે તો પોતે પણ અંદર ઓફિસમાં આવુ તેમ કહી જગદીશભાઈની પાછળ તે ચીફ કેશિયરની ઓફિસમાં પહોંચી ગયો હતો. કેશિયરની પાસે પૈસા અને સ્લીપ ટેબલ પર મુકી પૈસા ભરવા અંગે જગદીશભાઈએ કેશિયરને કહ્યું હતું. જેથી તેઓ પૈસા ગણવા લાગ્યા હતા. એ દરમિયાન જગદીશ સાંઢેએ કેશિયરને તમારી પાસે રૂ. 50નું બંડલ છે કે કેમ ω તેવું પૂછતાં તેમણે સવારમાં જ આપી દીધુ અને હાલ મારી પાસે નથી તેમ કહ્યું હતુ.
ગઠીયો કેશિયર પાસેથી નાણાં લઇ ગયો, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો