તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુકેરી: ઓથોરિટીના લાપરવાહીના પગલે સમરોલી હાઈવે પર પાણી ભરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુકેરી: ચીખલી વિસ્તારમાં મળસ્કે અને સવારે સારા વરસેલા વરસાદથી ખેડૂત આલમમાં ખુશી ફેલાઈ છે. સમરોલી ને.હા.નં. 8ના ઓવરબ્રિજના છેડે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઇ હતી. સ્થાનિક રહીશોમાં વારંવાર રજૂઆત કરવા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા રજૂઆતને ધ્યાન પર ન લેવાતા પાણી ભરાવાના સંજોગ ઉભા થતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
પાણી ભરાવાના કારણે અનેક વાહનો બંધ થઇ જતાં લોકોને મુશ્કેલી
ચીખલી અને ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે મળસ્કે અને સવારથી બપોર સુધી પડેલા સારા વરસાદથી ખેડૂત આલમમાં ખુશી વ્યાપી જવા પામી છે. આ ખેડૂતોને પાણીના અભાવે રોપણીના કામ અટકી પડ્યા હતા એવા ખેડૂતો રોપણી કાર્યમાં જોતરાઈ ગયા છે. મળસ્કે અને સવારે સારા વરસાદને પગલે ચીખલીને અડીને આવેલા સમરોલી ગામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8 પર ચીખલીથી વલસાડ જવાના ઓવરબ્રિજના છેડે પાણી નિકાલના અભાવે સર્વિસ રોડ જળબંબાકાર બની જવા સાથે હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર અને રાહદારીઓને અસર વર્તાઇ હતી.
વરસાદથી બંને વખત હાઈવે પર પાણી ભરાયા
હાઈવેની નજીક આવેલા રામનગર, દર્શન સોસાયટી, જૂના વલસાડ રોડ, રણછોડરાય મંદિર જતા આવતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રામનગરના રહીશોએ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલના અભાવે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા બાબતે હાઈવે ઓથોરિટી અને વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં સ્થાનિક રહીશોની રજૂઆતને ધ્યાન પર ન લઈ મનમાની જ કરતા ચોમાસાના બે વખત વરસેલા સારા વરસાદથી બંને વખત હાઈવે પર પાણી ભરાવાની નોબત આવી છે, સર્વિસ અને હાઈવે રોડ પર પાણી ભરાતા કેટલાક વાહનોવાળાને વાહનો બંધ પડી જતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી હતી.
ચીખલી-વાંસદા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા

બલવાડાથી વાઘલધરા વાટી જતા કોઝવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. ચીખલી મામલતદાર કચેરીના કંપાઉન્ડમાં પણ પાણી ભરાયા હતા. ચીમલા-મલિયાધરા માર્ગ પર પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે માર્ગ પર ઠેર ઠેર પાણી વહ્યા હતા. બગલાદેવ મહાદેવ મંદિર પાસે ચીખલી-વાંસદા સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા હતા. ચીખલી બસસ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. ચીખલી-તલાવચોરા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. ચીખલી વિસ્તારમાં ઠેર ઠેર માર્ગો પર પાણી ભરાયા હતા.
સ્થાનિક લોકોની બેદરકારીથી આ સમસ્યા ઉદભવે છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો