વ્યારા પાલિકાના વિરોધ પક્ષના નેતા નીરવ અધ્વર્યુ પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
 
વ્યારા: વ્યારા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતાને ગેરકાયદે બાંધકામ અટકવવા બાબતના બનાવને લઈ ગેરકાયદેસર બાંધકામ કરનાર ઈસમ દ્વારા હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવતા વ્યારાનગર પાલિકાનું રાજકારણ ગરમાયુ હતું. વ્યારા ખાતે સ્ટેશન રોડ પર ઋતુરાજ સોસાયટીમાં રહેતા અને વ્યારા પાલિકાના વિરોધ પક્ષના નેતા નીરવ અધ્વર્યુ ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન નવીનમામાની ગલી વિસ્તારની બહેનોનો ફોન આવ્યો હતો. તેમને તે સ્થળે બોલાવી જણાવ્યું હતું કે પાણીના ભરાવાને કારણે થતી ગંદકી, પેવર બ્લોકની કામગીરીમાં ગોબાચારીની ફરિયાદો સાંભળી ફોટો લેતા હતા.
 
ગેરકાયદે બાંધકામ અટકાવવા જતાં હુમલો કરાયો
 
આગળના મહોલ્લાની બહેનોએ આવી ફરિયાદો સાંભળતા હતા ત્યારે રાજુભાઈ મોદી આવી નીરવભાઈને કહેવા લાગ્યો કે તું અમારા વિસ્તારમાં કેમ આવ્યો ω અને ગાળો બોલી નીરવભાઈનું કોલર પકડી ધક્કો મારી દીધો હતો ત્યારે નીરવભાઈએ કહ્યું કે તમો વડીલ છો થોડી મર્યાદા રાખો આ વર્તાવ તમોને શોભતું નથી. રાજુભાઈએ જણાવ્યું હતું કે મારુ બાંધકામ કેમ અટકાવ્યું ω લોકોને ઉશ્કેરતા હોવાનો આરોપ લગાવી નીરવભાઈનું ગળું દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો અને ચૈન મેં લઈ લીધી છે મારુ નુકશાન પૂરું થાય એવું કરી દેજે નહીં તો તને ઘરમાં ઘૂસીને મારીશ ને તારું મર્ડર કરાવીશ લોકો ભેગા થઈ નીરવભાઈને વધુ માર પડતા બચાવ્યો હતો, ભાડુતી માણસો પાસે માર મારવાની ધમકી આપી જણાવતો હતો કે પોલીસ પણ મારુ કઈ બગાડી ન શકે એવી ધમકી આપતો હોવાની ફરિયાદ નીરવ અધર્વયુ દ્વારા વ્યારાના પોલીસ ઇન્સ્પેકટરને કરી હતી.
અન્ય સમાચારો પણ છે...