તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કોલ પર પહોંચી જાય છે છોકરીઓ સાપ પકડવા, 2000થી વધુ સાપોને નવજીવન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્મા: નવસારી પંથકમાં રહેણાંક વિસ્તારમાં રોજબરોજ ઝેરી અને બિનઝેરી સાપો દેખાય છે ત્યારે આ સાપોને પકડી એનિમલ સેવિંગ્ઝ સંસ્થાઓ જંગલમાં છોડી મુકી નવજીવન બક્ષે છે. એક અંદાજ મુજબ વરસે 2000થી વધુ સાપોને નવસારી પંથકમાં નવજીવન મળે છે. હાલ ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ ચાલુ થયો છે ત્યારે નવસારી, વિજલપોર અને તેની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં અનેક ઝેરી અને બિનઝેરી પ્રકરના સાપો દેખાઈ રહ્યા છે.
એનિમલ સેવિંગ્ઝ સંસ્થાઓ સાપોને પકડી જંગલમાં મુકી નવજીવન આપે છે
આ સાપોને પકડવા લોકો એનિમલ સેવિંગ્ઝની સંસ્થાઓનો સંપર્ક કરી સાપો પકડાવી રહ્યા છે અને ભયમુક્ત થઈ રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રહેણાંક વિસ્તારમાંથી રોજબરોજ અનેક સાપો એનિમલ સેવિંગ્ઝ સંસ્થાના કાર્યકરો પકડે છે. એનિમલ સેવિંગ્ઝ ગ્રુપ વિજલપોરના પ્રમુખ બ્રિજેશ સખીવાલા જણાવે છે કે ચોમાસાની મોસમમાં સાપો વધુ દેખાય છે. રોજના તેમની સંસ્થાને 8-9 કોલ સરેરાશ આવે છે. આ સાપોને પકડી તેઓ વન વિભાગનો સંપર્ક કરી જંગલમાં છોડી મુકે છે. જેથી આ સાપોને જંગલમાં નવજીવન મળે છે. ચોમાસામાં ધોધમાર વરસાદના દિવસોમાં તો કોઈક વખત તો 15 સાપો પણ પકડાય છે.
સંસ્થામાં કુલ 36 લોકો છે, જેમાં 10 છોકરીઓ
આ રહેણાંક વિસ્તારમાં ઝેરી અને બિનઝેરી બંને પ્રકારના સાપો પકડાય છે. તેમની સંસ્થામાં 36 જણાં છે. જેમાં 10 તો છોકરી જ છે, જે સાપ પકડી શકે છે. અન્ય એક સંસ્થા એનિમલ સેવિંગ્ઝ સોસાયટીના સક્રિય કાર્યકર શૈલેષ પટેલ જણાવે છે કે તેમની સંસ્થાને પણ ચોમાસામાં સાપ પકડવાના 8-9 કોલ મળે છે. ઉનાળા-શિયાળામાં ખુબ ઓછો કોલ મળે છે. જોકે શિયાળામાં રસેલ વાયપર અને ઉનાળામાં કોબ્રા દેખાતા હોય છે. તેમની સંસ્થામાં પણ નવસારી પંથકમાં 36 જણાં સાપ પકડી શકે છે. તેઓ પણ સાપને પકડી જંગલમાં છોડી મુકે છે.
સાપને બચાવવા સંપર્ક કરો
નવસારી પંથકમાં અનેક રહેણાંક વિસ્તારમા સાપને પકડવા માટે એનિમલ સેવિંગ્ઝ ગ્રુપોએ લોકો માટે ફોન નંબર જારી કર્યા છે. એનિમલ સેવિંગ્ઝ ગ્રુપ બ્રિજેશ સખીવાલા મો.નં. 96018 44994 તથા એનિમલ સેવિંગ્ઝ સોસાયટી શૈલેષ પટેલ 98791 59155નો સંપર્ક કરી શકાય.
રહેણાંકમાંથી પકડાતા સાપો

ઝેરી સાપા : કોબ્રાક્રેટ, રસેલવાયપર, સોસ્કેલ વાયપર (ફોડચી), વાઈન સ્નેક (ઓરપણ)
બિનઝેરી સાપ : ધામણ, અજગર, ટ્રીનકેટ (રૂપસુંદરી), બ્રોન્ઝબેક (તામ્રપીટ), વુલ્ફ (વરુદંતી), રેસર (ઘઉંલો), ચેકર (ડેંડવો), ગ્રીનકીલબેલ (લીલવો), બોવા (ઘૂંસણું).
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો