તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી: વર્ષે 2000થી વધુ સાપને નવજીવન આપે છે એનિમલ સેવિંગ્ઝ સંસ્થા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી: નવસારી પંથકમાં રહેણાંક વિસ્તારમાં રોજબરોજ ઝેરી અને બિનઝેરી સાપો દેખાય છે ત્યારે આ સાપોને પકડી એનિમલ સેવિંગ્ઝ સંસ્થાઓ જંગલમાં છોડી મુકી નવજીવન બક્ષે છે. એક અંદાજ મુજબ વરસે 2000થી વધુ સાપોને નવસારી પંથકમાં નવજીવન મળે છે.
હાલ ચોમાસુ બેસી ગયું છે અને વરસાદ ચાલુ થયો છે ત્યારે નવસારી, વિજલપોર અને તેની આજુબાજુના રહેણાંક વિસ્તારમાં અનેક ઝેરી અને બિનઝેરી પ્રકરના સાપો દેખાઈ રહ્યા છે. આ સાપોને પકડવા લોકો એનિમલ સેવિંગ્ઝની સંસ્થાઓનો સંપર્ક કરી સાપો પકડાવી રહ્યા છે અને ભયમુક્ત થઈ રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ રહેણાંક વિસ્તારમાંથી રોજબરોજ અનેક સાપો એનિમલ સેવિંગ્ઝ સંસ્થાના કાર્યકરો પકડે છે.

રહેણાંક વિસ્તારમાંથી પકડાતા સાપો

ઝેરી સાપ: કોબ્રાક્રેટ, રસેલવાયપર, સોસ્કેલ વાયપર (ફોડચી), વાઈન સ્નેક (ઓરપણ)
બિનઝેરી સાપ: ધામણ, અજગર, ટ્રીનકેટ (રૂપસુંદરી), બ્રોન્ઝબેક (તામ્રપીટ), વુલ્ફ (વરુદંતી), રેસર (ઘઉંલો), ચેકર (ડેંડવો), ગ્રીનકીલબેલ (લીલવો), બોવા (ઘૂંસણું).

આગળ ક્લિક કરો અને વાંચો ચોમાસાની મોસમમાં સાપો વધુ દેખાય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો