અમલસાડમાં ATM બંધ હાલતમાં રહેતાં પ્રજાને મુશ્કેલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમલસાડ: અમલસાડ અબ્રામાં પંથકના મહત્તમ એ.ટી.એમ.આજે 19 માં દિવસ પણ બંધ જોવા મળ્યા હતા. હાલમાં ફક્ત એસ.બી.આઇ બેંકનું જ એક એ.ટી.એમ. ચાલુ છે પરંતુ ફક્ત 2000ની એક જ નોટ નીકળતા લોકો પરેશાન જોવા મળી રહી છે. ગ્રામિણ વિસ્તારમાં આવેલી બેંકોમાં હજુ પણ આમ જનતા 10, 20, 50, 100ના દરની ચલણી નોટો મેળવવા લાઇનો લગાવી રહ્યાં છે.પરંતુ બેંકોમાં જરૂરિયાત મુજબના નાણાં ન આવતા લોકોને નાણાં મળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નોટબંધીના 19મા દિવસે પણ મોટા ભાગની બેંકના અેટીએમ બંધ જ જોવા મળી રહ્યા છે
જોકે 2000ના દરની નવી ચલણી નોટો મળે છે તે પણ નહિવત પરંતુ તે લઇને બજારમાં જરૂરિયાત મુજબ ચીજવસ્તુઓ ખરીદવા 2000ના દરની નોટો આપવા દુકાનદારો પાસે પણ પુરતા છુટ્ટા નાણાંની સંભાવનાના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.વધુમાં આજે 19 દિવસથી ગ્રામીણ વિસ્તારના અમલસાડ સ્થિત બી.ઓ.બી.બેંક, એચ.ડી.એફ.સી.બેંક સહિત અન્ય બેંકોના એ.ટી.એમ.હજુ પણ બંધ હાલતમાં જ્યારે અંચેલી સ્થિત ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું એ.ટી.એમ મશીનની એ જ હાલત રહેતાં બેંક ગ્રાહકો એ.ટી.એમ.મશીનમાં નાણાં કાઢવા જતાં શટરો બંધ હાલતમાં જોતા ગ્રાહકોએ પાછા ફરવું પડે છે.
અમલસાડ એસ.બી.આઇ બેંક એક જ એ.ટી.એમ.મશીન આજે પણ કાર્યરત જોવા મળ્યું અને તેમાં પણ લોકો નાણાં કાઢવા માટે લાઇનમાં જોવા મળ્યા હતા.પરંતુ તેમાં પણ ફક્ત એક જ 2000ના દરની ચલણી નોટો મળતા તેનાથી પણ લોકો ના છુટકે સંતોષ માની રહ્યાં છે. આમ આજે રવિવારના દિવસે અમલસાડના મહત્તમ એ.ટી.એમ.મશીનો બંધ હાલતમાં રહેવા પામ્યા છે અને લોકોની પરેશાની હજુ પણ છુટ્ટા પૈસે દયનીય હાલત બની રહી છે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ....
અન્ય સમાચારો પણ છે...