તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલીપોરની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરતા ફરિયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચીખલી: આલીપોર ખાતે બ્લોક નંબર 1801-બ વાળી જમીનમાં શ્રીરામ કવોરીના ભાગીદારો દ્વારા ગેરકાયદેસર રીતે અને બળજબરીપૂર્વક કબજો કર્યો છે. ત્યારબાદ જમીન માલિકને અપશબ્દો કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની ફરિયાદ ચીખલી પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.
- આલીપોરની જમીનમાં ગેરકાયદે પ્રવેશ કરતા ફરિયાદ
- પ્રાંત અધિકારીએ ફરિયાદના આધારે તપાસ કરીને કલેકટરને એક રિપોર્ટ કરવામાં આવ્યો હતો
ચીખલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ચીખલી તાલુકાના આલીપોર ગામે હાજી મહોલ્લા ખાતે રહેતા મીયાંભાઈ અહમદબાઈ લુણતની આલીપોર ખાતે બ્લોક નંબર 1801-બ જેનુ ક્ષેત્રફળ 01-08-026વાળી મિલકત ધરાવે છે. તેમની આ મિલકતમાં શ્રીરામ કવોરીના ભાગીદારોએ ગેરદાયદેસર અને બળજબરીપૂર્વક ઘુસી જઈ અનઅધિકૃત રીતે પ્રવેશ કર્યો છે. જેમાં ખેતી સિવાય કૃત્યમાં અંદર ક્વોરીનો ક્રસર પ્લાન તથા ક્વોરીના ક્રસર પ્લાનની પેદાશો જેવી કે ગ્રીડ, કપચી, ડસ્ટ વગેરેનો બળજબરીપૂર્વક સંગ્રહ કર્યો છે.

આ બાબતે કલેકટરને અરજી પણ કરવામાં આવી હતી અને ગત 25 ઓગસ્ટ 2014ના રોજ ચીખલીના પ્રાંત અધિકારીએ ફરિયાદના આધારે તપાસ કરીને કલેકટરને એક રિપોર્ટ કર્યો હતો. જેમાં આ બ્લોકને 1801-બવાળી જમીન પ્રતિબંધિત હોય આ જમીનમાં શ્રીરામ ક્વોરીના માલિકોએ ગેરકાયદેસર કબજો કરી દબાણ કર્યું છે અને જમીનના કબજાનો ઉપયોગ કર્યો છે એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો.આ પ્રશ્ર જિલ્લા ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં મુકવામાં આવ્યો હતો.

જ્યાં કલેકટર દ્વારા આ બ્લોક નં 1801-બ ખાનગી માલિકીની જમીન છે અને તેમાં અનઅધિકૃત કોઈ કબજો કર્યો હોય તો જે તે માલિકે પોલીસ ફરિયાદ કરવાની રહેશે તેમ જણાવ્યું છે. જેથી આ જમીન માલિકો દ્વારા બે ત્રણ વખત શ્રીરામ કવોરીવાળાના ભાગીદારોને જમીન ખાલી કરવા જણાવતા શ્રીરામ કવોરીના તમામ ભાગીદરો તેમજ અન્ય તેઓને અપશબ્દો બોલી આ જમીનમાં પગ મુકશો તો તમારા હાથપગ તોડીને મારી નાંખીને કવોરીમાં નાંખી દઈશું તેવી ધમકી આપવામાં આવી હતી.
આ લોકો સામે ફરિયાદ કરવામાં આવી
શ્રીરામ કવોરીના ભાગીદારો ભીમજીભાઈ લવાભાઈ ગોંડલીયા, કરશનભાઈ જીવાભાઈ ગોંડલીયા, જયંતિભાઈ લવાભાઈ ગોંડલીયા, ધીરૂભાઈ લવાભાઈ ગોંડલીયા, કિરીટભાઈ લવાભાઈ ગોંડલીયા, રાજેશભાઈ ધીરૂભાઈ ગોંડલીયા, વિપુલભાઈ ધીરૂભાઈ ગોંડલીયા, રમણીકભાઈ લવાભાઈ ગોંડલીયા, દેવજીભાઈ લવાભાઈ ગોંડલીયા તથા અન્ય ભાગીદારો વિરૂદ્ધ આ જમીનની તારીખ 19 જાન્યુઆરી 2015ના રોજથી પાવર ઓફ એટર્ની ધરાવતા દર્શનભાઈ અરવિંદભાઈ દેસાઈ (રહે. સંજયફાર્મ તલાવચોરા, તા.ચીખલી જી.નવસારી) દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ ચીખલીના પીઆઈ એમ.કે.ગુર્જર કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...