તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગણદેવીના નીચાણવાળાં 16 ગામોને એલર્ટ કરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી: ગણદેવી તાલુકાની જીવાદોરી સમી લોકમાતાઓ અંબિકા અને કાવેરી નદીના કેચમેન્ટ વિસ્તારમાં શુક્રવારે મળસ્કે પડેલા વરસાદને જોતા આ બંને નદીઓમાં પાણીની સપાટી શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ વધવા લાગી હતી અને શુક્રવારે મોડી રાત્રે તે વધે એવી શક્યતા જોતા ગણદેવી ફલડ કંટ્રોલ દ્વારા તાલુકાના બંને નદીકિનારાના ગામોને અને ખાસ કરીને નીચાણવાળા 16 જેટલા ગામોને સાવચેત રહેવા જણાવ્યું હતું.
 
સાપુતારામાં વરસાદ બંધ ઉપરાંત સ્થાનિક વરસાદ ન હોવાથી પૂરની શક્યતા નહીંવત
 
ગણદેવી ફલડ કંટ્રોલ રૂમના નાયબ મામલતદાર મુકેશભાઈ બી. પટેલે વાતચીતમાં જણાવ્યું હતું કે  સાપુતારા કેચમેન્ટ વિસ્તારમાં ગુરૂવારે રાત્રે અને શુક્રવારે મળસ્કે પડેલા વરસાદને જોતા અંબિકા અને કાવેરી નદીની સપાટી વધી જરૂર છે પરંતુ સાપુતારા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ શુક્રવારે 10 વાગ્યા બાદ બંધ થઇ ગયો હતો. આ ઉપરાંત્ ગણદેવી વિસ્તારમાં સ્થાનિક વરસાદ નહીવત હોવાથી નદીમાં કોઈ ગંભીર, મોટા પૂરની પરિસ્થિતિ સર્જાવાની શક્યતા નહીંવત છે. આમ છતાં ડાંગમાં સારા વરસદાના કારણે સલામતી અર્થે ગામોને એલર્ટ કરાયા છે. અત્રે ફલડ કંટ્રોલરૂમ અને તંત્ર સક્રિય હોવાનું જણાવે છે.
 
ગણદેવી તાલુકામાં એલર્ટ કરાયેલા ગામો

સાલેજ, સોનવાડી, ઈચ્છાપોર, અજરાઈ, તોરણગામ, ધમડાછા, દેવધા, તલિયારા, ભાઠા, કલમઠા, મોરલી, છાપર અને ઘોલ, ઉંડાચ (લુ.ફ.), ઉંડાચ (વા.ફ.), દેસરા, વાઘરેચ, ગોયંદી, ભાઠલા તેમજ વેંગણીયા નદીના ગણદેવીના નીચ વિસ્તારો, બીલીમોરા શહેરના નીચા વિસ્તારોને એલર્ટ કરાયા છે.
અન્ય સમાચારો પણ છે...