તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દારૂ ભરેલી કારનો થયો ભૂકો, પોલીસ આવે તે પહેલા જ લોકો દારૂ ઉપાડી ગયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા: વાંસદા તાલુકના ભીનાર ચોકડીથી અનવલ તરફ જતા રસ્તા ઉપર આવેલા પાલગભાણ પાસે એક સ્વીફ્ટ કાર અકસ્માત થઇ ભૂકો વળી ગયો હતો. અકસ્માતના સમયે લોકો ભેગા થતા ચાલક ભાગી ગયો હતો. અંદર તપાસ કરતા દારૂ હોવાનું બહાર આવતા પોલીસ પહોંચે તે પહેલા અમુક દારૂનો જથ્થો લોકો ઉપાડી ગયા હતા. પોલીસ સ્થળ પર પહોંચી માત્ર રૂ. 25,700ની 466 બોટલનો કબજો મેળવી આગળની તપાસ શરૂ કરી છે.
અકસ્માતને પગલે ધડાકાભેર અવાજથી લોકો ભેગા થયા
વાંસદા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાંસદા તાલુકાના ભીનાર ચોકડીથી અનાવલ જવાના રસ્તા ઉપર પાલગભાણ ગામના ચોકી ફળિયા પાસે સ્વિફ્ટ ડીઝાયર કાર (નં. જીજે-5-જીએલ-9484)એ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા નીચે ખાડામાં ઉતરી વૃક્ષ સાથે અથડાય ક્ષતિગ્રસ્ત થઇ હતી. આ અકસ્માતને પગલે ધડાકાભેર અવાજ આવતા લોકો ભેગા થયા હતા. ગાડીમાં તપાસ કરતા ગાડીમાં દારૂનો જથ્થો હોવાનું માલુમ પડતા અમુક લોકો એ દારૂ ઉપાડી ગયા હતા. આ અકસ્માતની પોલીસને જાણ થતા પોલીસ જગ્યા પર પહોંચી અંદર તપાસ કરતા ઇંગ્લીશ દારૂની નાની-મોટી 466 બોટલ અંદાજિત કિંમત રૂ. 25,700 અને કારની કિંમત રૂ. 3 લાખ મળી કુલ રૂ. 3,25,700નો મુદામાલ કબજે કરી આગળની તપાસ ઉનાઇ ઓપીના જમાદાર પ્રવિણભાઇ કરી રહ્યા છે.
વધુ ફોટો જોવા સ્લાઈડ સ્ક્રોલ કરતાં જાવ..
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો