તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢના વૃદ્ધ શખ્સ ધંધાર્થે બીલીમોરા આવ્યો, ગેસ્ટહાઉસમાંથી મળી લાશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા: બીલીમોરા પશ્ચિમ તરફ સ્ટેશન રોડ ઉપર આવેલા ગુજરાત ગેસ્ટ હાઉસમાં છેલ્લા ચાર દિવસથી રોકાયેલા એક વૃદ્ધ શખ્સ તેની રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે મૃતક વૃદ્ધનું મોતનુ કારણ જાણવા અર્થે તેના મૃતદેહને બીલીમોરા મેંગુષી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

છેલ્લા ચાર દિવસથી પોતાના ધંધાર્થે રોકાયા હતા

બીલીમોરા પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુજરાત ગેસ્ટહાઉસના રૂમ નં. 109માં શેખ મુખ્તાર મહમદ યુસુફ (ઉ.વ. 67, રહે. આંબેડકરનગર, પીટીસી ગ્રાઉન્ડ પાસે, શેરી નં. 1, મદ્રેસા પાસે, ફિરોઝ ડેરાવાલાની દુકાન પાસે, જૂનાગઢ) છેલ્લા ચાર દિવસથી પોતાના ધંધાર્થે રોકાયા હતા. તેમને ગેસ્ટહાઉસના માણસોએ ગતરોજ સાંજે 5 વાગ્યે પોતાની રૂમમાં જતા જોયા હતા. તેમણે રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો હતો. બીજા દિવસે પણ સવાર સુધી તેઓ બહાર નહીં આવતા તેમજ અંદરથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા ગેસ્ટહાઉસના મેનેજરે પોલીસને બોલાવી રૂમનો દરજાવો ખોલતા શેખ મુખ્તાર મહમદયુસુફ રૂમમાં મૃત હાલતમા પલંગ ઉપર પડ્યા હતા.

હૃદયરોગનો હુમલો આવવાથી કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું

તેમના મૃતદેહને પોલીસ મેંગુષી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લઈ ગયા હતા. જ્યાં ડોકટર મિનાક્ષીબેને પીએમ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મૃતકને હૃદયરોગનો હુમલો આવવાથી કુદરતી રીતે મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવની જાણ ગુજરાત ગેસ્ટહાઉસના મેનેજરે બીલીમોરા પોલીસને કરી હતી.
અન્ય સમાચારો પણ છે...