બારીપાડા નજીક ટેમ્પોએ અડફેટે લેતાં બાઈકચાલક યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાનાં શામગહાનથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં વળાંકમાં શુક્રવારે મોડી સાંજ એક આઇસર ટેમ્પાએ સામેથી આવી રહેલી મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા ઘટના સ્થળે મટરસાયકલ ચાલકનું કમકમાટીભર્યુ મોત નિપજવાની સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ શુક્રવારે સુરત તરફથી મીઠાનો જથ્થો ભરી મહારાષ્ટ્રનાં નાસિક તરફ જઇ રહેલ આઇસર ટેમ્પો ન.એમએચ.17.એજી.7579 એ શામગહાનથી વઘઇને સાંકળતા રાજ્ય ધોરીમાર્ગનાં બારીપાડા ગામ નજીકનાં યુટર્ન વળાંકમાં સામેથી ગ્લેમર મોટરસાયકલ નં.જીજે.15.એજી.2362 ઉપર સવાર થઇ પોતાના વતન ચીખલી ડાંગર તરફ જઇ રહેલ મોટરસાયકલ ચાલક યોગેશભાઇ ગોપાળભાઇ વાડુ (ઉ.વ.27) રહે.ચીખલી તા.આહવાનાને પુરપાટવેગે અડફેટમાં લીધી હતી. ઘટના સ્થળે મોટરસાયકલ ચાલક યોગેશભાઇ ગોપાળભાઇ વાડુને માથાનાં અને શરીરનાં ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર જ તેનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.