તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારેલ ચોકડી પાસે થયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્તે હાથ ગુમાવવાનો વારો આવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખારેલ: ખારેલ ગામે ચોકડી પાસે હાઈવા ચાલકે ગણદેવી સુંદરવાડીના યુવાનને અડફેટે લેતા યુવાને હાથ ગુમાવ્યો હતો. ગણદેવી તાલુકાના ખારેલ ચોકડી પાસે 10મી માર્ચે ગણદેવી સુંદરવાડી ખાતે રહેતા કિશનભાઈ છગનભાઈ નાયકા પટેલ (ઉ.વ. 40)ને એક હાઈવા ચાલકે અડફટે ચઢાવ્યા હતા. તેમના ડાબા હાથ ઉપરથી હાઈવાનું પાછલું વ્હિલ ફરી જતા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી.
 
ઇજાગ્રસ્ત યુવક ગેરેજ ચલાવી પરિવારનું ભરણ પોષણ કરતો હતો

પ્રથમ ખારેલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા, ત્યાંથી ઈજા ગંભીર જણાતા સુરતની એપલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ઘનિષ્ટ સારવાર બાદ પણ ડોકટરો તેમનો હાથ બચાવી શક્યા ન હતા અને કિશનભાઈનો ડાબો હાથ કાપવો પડતા પરિવારમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. તેમની આર્થિક સ્થિતિ ખુબજ નબળી હોય તેઓ ગેરેજ ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા.ખારેલ વિસ્તારના યુવાનોએ કિશનભાઈને આર્થિક સહાય માટે ફાળો એકત્ર કરવાનું માનવતાવાદી કામ શરૂ કર્યું છે. આ ફાળો એકત્ર કરી તેમના પરિવારને આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો