ડિજિટલ ઇન્ડિયા / ‘થ્રી આર’ ની ટેક્નોલોજીથી શિક્ષણ મેળવતી રાજ્યની એકમાત્ર નવસારી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળા

વાંસદાની સરકારી પ્રાથમિક શાળામાં ટેક્નોલોજિકલ શિક્ષણ આપાઈ રહ્યું છે
વાંસદાની સરકારી પ્રાથમિક શાળામાં ટેક્નોલોજિકલ શિક્ષણ આપાઈ રહ્યું છે
X
વાંસદાની સરકારી પ્રાથમિક શાળામાં ટેક્નોલોજિકલ શિક્ષણ આપાઈ રહ્યું છેવાંસદાની સરકારી પ્રાથમિક શાળામાં ટેક્નોલોજિકલ શિક્ષણ આપાઈ રહ્યું છે

  • અનોખી ટેક્નોલોજીની મદદથી શિક્ષણ મેળવતા આદિવાસી રંગપુરની પ્રાથમિક શાળાના બાળકો
  • દિલ્હીમાં યોજાયેલ ‘ઇનોવેશન ફેર’માં રંગપુરની ઇનોવેટિવ શિક્ષણ આપતી શાળાની પસંદગી થઈ

Divyabhaskar.com

Jan 13, 2019, 11:43 PM IST

નવસારીઃ મોટે ભાગના આદિવાસી વિદ્યાર્થીઓ ધરાવતી આદિવાસી વિસ્તાર વાંસદા તાલુકાનાં રંગપુરમાં કાર્યરત સરકારી પ્રાથમિક શાળાએ અનોખી ‘ડિજિટલ સ્કૂલ’તરીકે નામના મેળવી છે. આ સરકારી શાળાને ટેક્નોલોજીકલ શિક્ષણ માટે રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવી છે અને આ શાળા હવે 22-24 જાન્યુઆરીએ દિલ્હીમાં પણ ભાગ લેશે. 


 

રંગપુરની સરકારી શાળાએ અનોખી ‘ડિજિટલ સ્કૂલ’ તરીકે નામના મેળવી છે

1. 98 ટકા બાળકો આદિવાસી
વાંસદા તાલુકાની રંગપુરની પ્રાથમિક શાળામાં અંદાજે 170 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આદિવાસી વિસ્તારની શાળામાં અભ્યાસ કરતાં 98 ટકા બાળકો આદિવાસી જ છે. આ શાળા ભૂતકાળમાં તો સરેરાશ જ હતી પરંતુ છેલ્લાં 3 વર્ષથી ટેક્નોલોજીની મદદથી શિક્ષણ અપાતા રાજ્યમાં જ નહીં દેશમાં જાણીતી બની છે. શાળામાં 2015 થી નિમણૂંક થયેલ આચાર્ય નીતિનભાઇ પાઠકે શાળાને ડીજીટલ ટેક્નોલોજીકલ બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ત્રણ ‘R’ ની ટેક્નોલોજીથી અપાતા શિક્ષણથી બાળકોને રૂટિન ઉપરાંત વધારાનું શિક્ષણ પણ મળે છે. શાળાની આ સિધ્ધિની રાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઇ છે. 
2. શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં લોક ભાગીદારી
રંગપુર ગામના લોકો પણ બાળકોને આધુનિક શિક્ષણ મળે તે માટે સક્રિય છે. નીતિનભાઇ કહે છે કે, દર મહિને વાલી મીટીંગ મળે છે. વાલીઓ ઉત્‍સાહભેર ભાગ લે છે. બાળકો દર મહિને રૂ.10 અને એસએમસીના સભ્‍યો અને શિક્ષકો દર મહિને રૂ.100 ભેગા કરે છે. 3 વર્ષમાં સારી એવી રકમ ભેગી થઇ છે. આ ભંડોળમાંથી 10 કોમ્પયુટર્સ પણ ખરીદવામાં આવ્‍યા છે. ટેક્નલોજી શિક્ષણ માટે આ રકમમાંથી ખર્ચ કરવામાં આવે છે.
 
3. પ્રાઇવેટ સ્કુલને ટક્કર અપાય છે
રંગપુર શાળામાં આજથી આશરે 3 વર્ષ પહેલાં બાળકો સામાન્ય જ હતાં પરંતુ આજે અહીંના આદિવાસી બાળકો ખાનગી સ્કુલના બાળકોને ટક્કર આપે એવા છે. બે વિદ્યાર્થીઓની તો ‘એનરોડ એપ’ છે. પાંચ બાળકોનાં બ્લોક (એક જાતની વેબસાઇટ) પણ છે. વોટ્સઅપ, ફેશબુક સહિતની સુવિધા વાપરવામાં પણ અવ્વલ છે.
 
4. ફેસબુક ફ્રેન્ડથી માહિતી મળી
શાળાનાં આચાર્ય કહે છે કે, મારો ફેસબુક ફ્રેન્ડ ઇઝરાયેલનો છે. તેણે મને વિડીયો મોકલાવ્યો હતો. આ વિડીયો અંગે સર્ચ કરી તે અંગેની થ્રી આરની માહિતી ચેન્નાઇથી મંગાવી હતી અને શાળામાં અમલી મૂકી હતી.
5. થ્રી આરની ટેક્નોલોજી શું છે?
આ નવી થ્રી ‘આર’ અલગ અલગ ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે. પ્રથમ ક્યુઆર (ક્વીક રીસ્પોન્સ) ટેક્નોલોજીમાં પુસ્તકોને ‘કાર્ડ’ સ્કેન કરીને જે માહિતી જોઇએ તે મેળવી શકાય છે. એ આર (ઓગ્મેન્ટેડ રીયાલીટી) માં કાર્ડ હોય છે જેનો ફોટો સ્કેન કરો એટલે જે જાણવા માંગતા હોઇએ તે જોઇ શકાય છે. વીઆર (વર્ચુયલ રીયાલીટી)માં વીર આર બોક્સની ટેક્નોલોજી થકી શિક્ષણ અપાય છે. આ ટેક્નોલોજી થકી શિક્ષણ સ્કુલમાં અને ઘરે પણ લઇ શકાય છે. કયા બાળકો જોઇ છે તે માહિતી પણ અમને મળે છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી