Home » Daxin Gujarat » Latest News » Navsari » Save life after successful birth of a woman with two uterus

સાપુતારાઃ લાખોમાં એક એવી બે ગર્ભાશયવાળી મહિલાને સફળ પ્રસૂતિ કરી જીવ બચાવાયો

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 12:04 AM

મહિ‌લાની પ્રોલોન્ગ ડિલિવરી તરફ ધકેલાતાં આહવા સિવિલના તબીબોએ બચાવી

  • Save life after successful birth of a woman with two uterus

    સાપુતારા: ડાંગમાં હવે પછી એક પણ માતા મૃત્યુ ન થાય તે માટે સંકલ્પબદ્ધ ટીમ આરોગ્ય, અને તજજ્ઞ તબીબોએ બિલમાળ ગામની મહિ‌લાના એક જટીલ કેસમાં ઓપરેશન કરીને, માતા તથા બાળકને બચાવી લીધું હતુ. આહવા સિવિલના સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.ધારા પટેલ, અને એનેસ્થેટીસ્ટ ડો.જીગ્નેશ પટેલ તથા તેમની ટીમે ઇન્ચાર્જ સિવિલ સર્જન ડો.રશ્મિકાંત કોંકણીના માર્ગદર્શન પ્રસુતિના જટીલ કેસમાં, તુરંત સીઝેરીયન કરીને, મહિ‌લા તથા બાળકનો જીવ બચાવી લીધો હતો. ડો.ધારા પટેલના જણાવ્યાનુસાર ગત ઓક્ટોબરમાં રાત્રિના સમયે 1 વાગ્યે અંતરિયાળ બિલમાળથી સગર્ભાને પ્રસુતિ માટે સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.

    જેને 24 કલાક સુધી પ્રસુતિ ન થતાં, આ કેસ પ્રોલોન્ગ ડિલિવરી તરફ ધકેલાઇ રહ્યો હતો. આ સમયે ડો.ધારા પટેલે તુરંત સિઝેરીયન કરવાનો નિર્ણય લીધો હતો. આપરેશન દરમિયાન સગર્ભાને બે ગર્ભાશય હોવાનું ધ્યાને આવ્યુ હતું. તબીબી ભાષામાં આને બાયકોર્નેટ યુટેરસ કહેવાય છે. જે એક લાખ કેસમાં ભાગ્યે જ એકાદ વખતે જોવા મળે છે. બિલમાળની મહિ‌લાના કેસમાં વધારાના ગર્ભાશયને અત્યંત નુકશાન થવાથી, માતા અને બાળકની હાલત ગંભીર થઇ હતી પરંતુ તબીબોએ માતા, અને બાળકનો જીવ બચાવી લીધો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ