નવા વર્ષે જ જમવા બાબતે બે બહેનો વચ્ચે થયો ઝઘડો, મોટી બહેને દાતરડું મારતા માથામાં ઘૂસ્યું

નવા વર્ષની શરૂઆતમાં જ વાંસદા ખાતે બે બહેનો વચ્ચે લોહીયાળ ઝઘડો થયો

DivyaBhaskar.com | Updated - Nov 08, 2018, 01:23 PM

સુરતઃ આજે નવા વર્ષની શરૂઆતમાં જ વાંસદા ખાતે બે બહેનો વચ્ચે લોહીયાળ ઝઘડો થયો હતો. જમવા બાબતે થયેલો ઝઘડામાં મોટી બહેને નાની બહેન પર છુટ્ટા દાતરડાંનો ઘા કર્યો હતો. અને નાની બહેનના માથામાં દાતરડું ઘૂસી ગયું હતું. ત્યારબાદ 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે મોટી બહેન ડરના કારણે ઘરેથી ભાગી ગઈ છે.મોટી બહેને છુટ્ટા દાતરડાંનો ઘા કરતા દાતરડું ફિલ્મી સ્ટાઈલમાં નાની બહેનના માથામાં ઘૂસી ગયું

વાંસદાના આંબા ખાટા ગામ ખાતેના બાબુનિયા ફરિયામાં ચૌહાણ પરિવારની બે બહેનો વચ્ચે નવા વર્ષની સવારે જ જમવા બાબતે ઝઘડો થયો હતો. મોટી બહેન સાથે થયેલો ઝઘડો ઉગ્ર બનતા વાત હાથાપાઈ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ભાગતી નાની બહેન પર મોટી બહેને છુટ્ટા દાતરડાંનો ઘા કરતા દાતરડું ફિલ્મી સ્ટાઈલમાં નાની બહેનના માથામાં ઘૂસી ગયું હતું. આ જોઈને ડઘાઈ ગયેલી મોટી બહેન ઘર છોડીને ભાગી ગઈ હતી. જ્યારે જમીન પર કલ્પાન કરતી નાની બહેનને જોઈને પરિવાર દોડી આવ્યો હતો.

2 સીમી દાતરડું માથામાં ઘૂસી ગયું

વાંસદાના લિમજરની 108ના ઈએમટી સેજલ પટેલ અને પાઈલોટ જયેન્દ્ર પઢેરની મદદથી નાની બહેનને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ વાંસદા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા વલસાડ રિફર કરવામાં આવી હતી. 2 સીમી દાતરડું માથામાં ઘૂસી ગયું હોવાની દાતરડાંને એમ જ રાખી વલસાડ રિફર કરવામાં આવી હતી.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App