અંચેલી રેલવે સ્ટેશને ડાઉન લાઇન ટ્રેક પર પડી તિરાડ, ટ્રેકમેનની સતર્કતાએને કારણે મોટી દુર્ઘટના ટળી

મુંબઇથી અમદાવાદ તરફ ઓઇલ ભરેલા ટેન્કરવાળી માલગાડી આવી રહી હતી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 11:11 PM
રેલવે ટ્રેક પર 5 ઇંચ જેટલો ક્રેક
રેલવે ટ્રેક પર 5 ઇંચ જેટલો ક્રેક

અમલસાડ: અંચેલી રેલવે સ્ટેશન પર ડાઉન રેલવે ટ્રેક ઉપર ક્રેક (તિરાડ) પડેલી ટ્રેકમેને જોતાં મોટી હોનારત થતાં બચી ગઈ હતી. આ સમયે ટ્રેકમેને બાજુમાં ચાલતા ટ્રક પરથી લાલ ઝંડી ગૂડ્ઝ ટ્રેનના ડ્રાઇવરને બતાવી ટ્રેન થોભાવી હતી.

બનાવની સ્થળ ઉપરથી મળતી માહિતી મુજબ અમલસાડ નજીકના રેલવે સ્ટેશન પર બુધવારે સવારે આશરે 9.45 કલાકની આસપાસ મુંબઈ-અમદાવાદ ડાઉન રેલવે ટ્રેક ઉપર રેલવે ટ્રેકમેન જીતેન્દ્ર સુનિયા ટ્રેકનું મરામત કરવા જઈ રહ્યા હતા. એ સમયે અંચેલી રેલવે સ્ટેશન ફાટક પાસે ડાઉન રેલવે ટ્રેક ઉપર બે પાટા વચ્ચે ક્રેક પડેલું જોતાં તે સમયે મુંબઈથી અમદાવાદ તરફ એક માલગાડી (ઓઇલ ભરેલા ટેન્કર)વાળી ગાડી આવી રહી હતી. તે જોતાં તાત્કાલિક ટ્રેકમેન જીતેન્દ્ર સુનિયાએ ટ્રેન અટકાવી હતી. બાદમાં તેમને સ્ટાફને જાણ કરતાં ઘટનાસ્થળે લાઇનમેનો આવી પહોંચ્યા હતા. ક્રેકવાળી જગ્યાએ પાટા નીચે પેકિંગ મૂકી 10ની સ્પીડે ધીમી ગતિએ માલગાડી પસાર કરી હતી. જોકે અંચેલી રેલવે સ્ટેશને માલગાડીને અડધો કલાક સુધી ઉભી રાખી બાદમાં પસાર કરવામાં આવી હતી.

વધુમાં આ પહેલા કેટલીયે સવારની ટ્રેન ક્રેકવાળા ટ્રેક પરથી ટ્રેનો પસાર થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ મોટી હોનારત થઈ ન હતી. 9.45 પછીની ટ્રેનોમાં અમદાવાદ તરફથી જતી ગુજરાત એક્સપ્રેસ, હોલીડે સ્પેશ્યલ, વિરાર શટલ સહિત ટ્રેનો અડધો કલાક કરતા વધુ સમય મોડી ચાલી રહી હતી. રેલવે ફાટક પણ અડધો કલાક કરતા વધુ સમય બંધ રહેતા વાહનોની લાંબી કતાર જામતા ચાલકો પણ હેરાન થયા હતા.

અંદાજે 4થી 5 ઈંચ જેટલી તિરાડ પડી હતી


અંચેલી રેલવે સ્ટેશન ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ડાઉન લાઇનના બે પાટા વચ્ચેના જોઇન્ટમાં મોટી અંદાજે 4થી 5 ઈંચ જેટલી તિરાડ પડી હતી. અમલસાડ તરફથી આવતી ટ્રેનને અટકાવી હતી. - જીતેન્દ્ર સુનિયા, ટ્રેકમેન, પ્રથમ નજરે જોનાર

X
રેલવે ટ્રેક પર 5 ઇંચ જેટલો ક્રેકરેલવે ટ્રેક પર 5 ઇંચ જેટલો ક્રેક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App