ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ ડૉ. જયાનંદ જોષીને અર્પણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરિત ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર દ્વારા તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પૂ.મોરારીબાપુના હસ્તે 2018નો ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય એવોર્ડ રૂપિયા એક લાખ, સેનેટ હોલમાં નવસારીના નિવૃત્ત પ્રા. ડૉ.જોષીને અર્પણ કરાયો હતો. ડૉ.જયાનંદ જોષીએ નવસારી જિલ્લા અને તેમની જન્મભૂમિ ભરૂચનું ગૌરવ વધાર્યુ છે.

ડૉ.જયાનંદ જોષી ગુજરાતના આદિવાસી લોકસાહિત્ય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયેલા પ્રથમ વિદ્વાન છે. તેઓ નર્મદા અને તાપી વચ્ચેની 55 માઇલની સાતપુડા ગિરીમાળા વિસ્તારમાં વસવાટ કરતા ભીલ, વસાવા અને તડવી (ધાણકા) આદિવાસીઓના છેલિયા તરીકે ઓળખાતા પ્રેમગીતો પર ભાષા શાસ્ત્રીય અને લોકતાત્વિક અભ્યાસ કર્યો હતો. તેમણે ડાંગ વિસ્તારની આદિવાસી કંઠ પરંપરા પર કાર્ય કર્યુ. તેમણે મહાનિબંધ ઉપરાંત અનેક સંશોધનયુકત સંપાદનો વિવેચનો આપ્યા હતાં. પૂ.મોરારીબાપુએ એવોર્ડ આપી સન્માન કરતાં જણાવ્યું હતું કે, સાહિત્યની પુજા-વંદના-સેવા એ મારે મન દેવપૂજા છે અને તે થતી રહેવી જોઇએ. તપ કરે તેને વરદાન મળે અને સેવા કરે તેને આશિર્વાદ મળે. ડૉ.જયાનંદ જોષીએ તપ અને સેવા બંને કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...