તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુવર ગામનો યુવાન ગુમ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | નવસારીનાં મરોલી મહુવર ગામે રહેતા આરીફ ગુલામનબી ફુટવાલાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું કે તેનો મોટો ભાઇ હનીફ ગુલામનબી ફ્રુટવાલા (ઉ.વ.32) તેમની સાથે રહે છે. તે જન્મથી મંદબુધ્ધિનો અને અસ્થિર મગજનાં કારણે તા.7 જાન્યુઆરીનાં રોજ સવારે તેમના સંબંધી નવસારી રહે છે ત્યાં ગયો હતો અને સાંજે 5 વાગ્યે મરોલી ચાર રસ્તા પાસે આવ્યો હતો. ત્યારબાદ ઘરે ન આવતા મરોલી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનાર હનીફ (ઉ.વ.32) શરીરે મજબૂત બાંધાનો, બ્લુ રંગનો લીટીવાળો શર્ટ તથા બ્લેક કલરનું કાપડનું ગરમ જેકેટ તથા કમરે રાખોડી કલરનું સાદુ પેન્ટ પહેરેલ છે. જન્મથી મંદબુધ્ધિ, અસ્થિર મગજનો હોય નામ તથા ગામનું નામ અટકીને હિન્દી ભાષામાં બોલી શકે છે.

અન્ય સમાચારો પણ છે...