નવસારીમાં નિર્માણાધિન ઈમારતના સાતમા માળેથી પડતા મજૂરનું મોત

Navsari News - workers died due to the seventh floor of the building constructed in navsari 071014

DivyaBhaskar News Network

Jun 18, 2019, 07:10 AM IST
નવસારીમાં આવેલા છાપરા રોડ ખાતે નિર્માણ પામતી બહુમાળી ઈમારતમાં 16મીએ રાત્રિના સમયે 7માં માળેથી એક મજૂર પડી ગયો હતો, જેની લાશ સોમવારે પહેલા માળની ગેલેરીમાંથી મળી આવી હતી. તેનું માથાના ભાગે ઈજા થવાથી મોત થયુ હતું. આ મજૂર હાલ એકલો જ રહેતો હોય રાત્રિના સમયે પડી ગયો હતોે.

નવસારીમાં છાપરા રોડ ખાતે નંદ બંગલોની બાજુમાં છેલ્લા 1 વરસથી સ્કાયવ્યુ હાઈટ્સ એપાર્ટમેન્ટનું કામકાજ શરુ થયું છે. જેમાં સેન્ટીંગ તથા અન્ય બાંધકામના કામકાજ માટે 10થી વધુ મજુરો કામ કરી રહ્યા છે. જેમાં ગોપસિંહ ચીમનભાઈ પટેલ (43, રહે. દેવગઢબારીયા, દાહોદ) કામ કરવા આવ્યો હતો અને તે અન્ય 7 મજૂરો સાથે સેન્ટીંગનું કામ કરતો હતો. રાત્રિના સુવા તેઓ 7મા માળે અન્ય સાથે જતા હતા. રાત્રિના ગોપસિંહ ચીમનભાઈ પટેલ 7મા માળેથી નીચે પડી ગયો હતો, જેની જાણ તેના મિત્રોને થઇ ન હતી. સવારે અન્ય મિત્રો સવારે 7માં માળેથી નીચે આવ્યા ત્યારે ગોપસિંહ પટેલ પહેલા માળની ગેલેરીમાં કેમ સૂતેલો છે તેને ઉઠાડવા જતા તેને માથે ઈજા થઈ હોવાનું જણાયુ હતું. તેને જોતા તેનું મોત થયાની જાણ થઇ હતી. આ બાબતે બાંધકામ સાઈટ પર મુકાદમ તરીકે કામ કરતા નરવત મોહન પટેલ (દાહોદ)ને જણાવતા તેણે ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી.

મજૂરના મોતની જવાબદારી કોની ?

મજૂરનું મોત થયું તેની જવાબદારી બાંધકામ સાઈટ જેની ચાલતી હોય તેની હોય છે. આ બાંધકામની સાઈટ સરકારે નક્કી કરેલી વેબસાઈટ પર નોંધણી કરાવી છે કે કેમ ? તેની તપાસ કરીને પગલાં લેવાશે જો નોંધણી કરાવેલી હશે તો મજૂરને વળતર મળી શકે એમ છે. એ.એન.ડોડીયા, અધિકારી, નવસારી જિલ્લા શ્રમ આયુક્ત

X
Navsari News - workers died due to the seventh floor of the building constructed in navsari 071014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી