અત્યાચારોના વિરોધમાં મહિલા કોંગ્રેસનું આવેદન

Navsari News - women39s congress calls for oppression 081524

DivyaBhaskar News Network

Dec 05, 2019, 08:15 AM IST
નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં બહેન-દીકરીઓ ઉપર થયેલા બળાત્કાર અને અત્યાચાર બાબતે નક્કર કાર્યવાહી કરીને ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત રહી શકે તે માટે નાયબ પોલીસવડાને આવેદન આપી રજૂઆત કરી હતી, જેમાં બળાત્કારીઓને સત્વરે કાર્યવાહી કરી મૃત્યુ દંડ મળે તેવી જોગવાઈ કરવા પણ જણાવ્યું હતું.

જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રભા વલસાડીયા, મીનાબેન માંગલે, હેમાબેન રાઠોડ અને મહિલા કાર્યકરો સાથે જિલ્લા કોંગ્રેસ પાર્ટીનાં એ.ડી.પટેલ, દિપક બારોટ વગેરેએ જિલ્લા પોલીસ વડાને ઉદ્દેશીને ડીવાયએસપીને આવદન આપ્યું હતું. આવેદનમાં જણાવ્યું કે મહિલાઓ સાથે બળાત્કાર, અપહરણ, હત્યા, છેડતી જેવા ગુનાનું દુષણ વધ્યું છે. આવા ગુનેગારોની સામે પગલાં ભરવાની જોગવાઈ હજુ સુધી કેમ નથી? એક માસમાં સુરત, વડોદરા, રાજકોટ, હૈદ્રાબાદમાં મહિલાઓ ઉપર થયેલા અત્યાચારથી દેશમાં હાહાકાર મચ્યો છે. લોકોનો સરકાર સામે આક્રોશ છે છતાં સરકાર દ્વારા હજુ સુધી પગલાં લેવાયા નથી.

ડીવાયએસપીને આવેદન આપતા કોંગીજનો

X
Navsari News - women39s congress calls for oppression 081524

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી