તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીખલીના PIની બદલી કરાવવા મહિલાઓ આગળ આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ મથકનાં પોલીસ ઇન્સપેક્ટર ડી. કે. પટેલ જ્યારથી હવાલો સંભાળ્યો છે ત્યારથી હંમેશાં આદિવાસીઓને હેરાન કરતા હોય તેમની તાત્કાલિક અન્ય વિસ્તારમાં બદલી કરવા આદિવાસી મહિલા અગ્રણીઓએ ડીએસપી નવસારીને રજૂઆત કરી હતી. આદિવાસી મહિલા અગ્રણીઓ દીના પટેલ, રીટાબેન ગરાસીયા, પ્રતિભાબેન સહિતોએ આજરોજ નવસારી જિલ્લા પોલીસ વડાને ચીખલીનાં પીઆઇ ડી. કે. પટેલની બદલી કરાવવા આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું કે જ્યારથી પીઆઇ ડી. કે. પટેલે ચાર્જ સંભાળ્યો ત્યારથી જ હંમેશા આદિવાસી વિરૂધ્ધની માનસિકતા રહી છે. આદિવાસીઓ માનસિક તથા આર્થિક રીતે પાયમાલ થઇ જાય તે રીતે ત્રાસ ગુજારીને શાસક પક્ષનો હાથો બનીને આદિવાસીઓને ગેરબંધારણીય ગુનાઓ દાખલ કરી હેરાન પરેશાન કરી રહ્યાં છે. 3 ફેબ્રુઆરીનાં રોજ વ્યસનમુક્તિ રેલીનું આયોજન કરી દારૂ જુગારનાં અડ્ડા બંધ કરાવવા અપીલ કરી હતી પણ હજુ સુધી ચીખલીમાં દારૂ જુગારનાં અડ્ડા બેરોકટોક ચાલી રહ્યાં છે. ઉપરાંત 17 ફેબ્રુઆરીનાં રોજ ખાંભડા ગામે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન માટે તંત્રની પરવાનગી લેવાઇ પણ પી.આઇ ડી.કે.પટેલે રદ કરી દીધી હતી જ્યારે શાસક પક્ષની બે સભા બેરોકટોક થઇ હતી. આદિવાસી સમાજનાં દરેક કાર્યક્રમોમાં કાયદો-વ્યવસ્થાનાં ભંગ બદલનો એક પણ બનાવ બન્યો નથી. છતાં આક્ષેપો લગાડનાર પી.આઇ ડી.કે.પટેલની બદલી અન્યત્ર પોલીસ મથકે કરવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો