તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મરૂપ થયા વિના ભગવાનની ભક્તિ યથાર્થ રીતે થતી નથી: પૂ.વિવેક સ્વરૂપ સ્વામી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | ગુરૂહરિ મહંત સ્વામી મહારાજ વચનામૃત ગ્રંથનું હરતું-ફરતું સ્વરૂપ છે. બ્રહ્મરૂપ થયા વિના પુરૂષોત્તમ નારાયણની ભક્તિ થઇ શક્તી નથી. ભગવાન જ્યારે પ્રગટ ન હોય ત્યારે ગુણાતીત સંત પૂ.મહંત સ્વામી દ્વારા પ્રગટ છે. ગુરૂહરિ મહંત સ્વામીનો દ્રઢ આશરો કરવાથી પણ જીવનું કલ્યાણ થાય છે. જ્યારે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાન મૂર્તિ દ્વારા પ્રગટ રહે છે. ભગવાનની મૂર્તિ વિષે દ્રઢ પ્રતીતિ રાખવી ને સ્વર્ધમમાં રહીને ભક્તિ કરવાથી પણ જીવનું કલ્યાણ થાય છે. સત પુરૂષને વિષે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન તથા સંત પુરૂષનો મહિમા જાણવાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરના સાક્ષાત દર્શનનું પણ એ જ સાધન છે. વચનામૃત યથાર્થ રીતે સમજવા સતપુરૂષ-ગુરૂ આવશ્યક છે. અક્ષર પુરૂષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ-બ્રહ્મરૂપ થઇ પુરૂષોત્તમ નારાયણની ભક્તિ કરવી. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે હરિભક્તોને સંબોધતાં તીથલ મંદિરના કોઠારી પૂ.વિવેકસ્વરૂપ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં. પૂ.વિવેકસ્વરૂપ સ્વામીએ કથામૃતની ભાગીરથી વહેવડાવતાં જણાવ્યું હતું કે કલ્યાણને અર્થે તો ભગવાનને સર્વેના કર્તા-હર્તા જાણવા. પ્રાર્થનામાં અડગ વિશ્વાસ રાખવો. પ્રાર્થનાથી જે થાય તે બીજાથી થતું નથી. સત્પુરૂષનું જીવન વચનામૃતનું ભાષ્ય છે. જો આપણે આપણું જીવન વચનામૃત પ્રમાણે જીવીશું તો મોક્ષમાં દ્વાર આપોઆપ ખુલી જશે. સતપુરૂષ-એકાંતિક સંત વિષે દિવ્યભાવ, આત્મબુદ્ધિ, દ્રઢ પ્રીતિ રાખી એમનો સંપૂર્ણ દ્રઢ આશરો કરવાથી આપણામાં સત પુરૂષના ગુણ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો