તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ સાથે ગલગોટાનો ભાવ આસમાને, 1 કિલોના 100 રૂપિયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં રવિવારે મા અંબાની આરાધનાનું પર્વ હોય નવસારીમાં માતાજીનાં સાજ શણગાર માટેની દુકાનો ઉપર ભીડ જોવા મળી હતી. ગલગોટાનાં ફૂલ જે સામાન્ય રીતે રૂ. 50 પ્રતિ કિલો મળતા હતી, જેનો ભાવ આજે પ્રતિ કિલોએ રૂ. 80થી 100 સુધી પહોંચી ગયા હતા. આમ છતાં લોકોએ માતાજીના શણગાર માટે ગલગોટાના ફુલ ખરીદતા નજરે પડ્યા હતા.

નવસારીમાં રવિવારે નવરાત્રીનાં પર્વની શરૂઆતની સાથે જ ગલગોટાના ફૂલોની ડીમાન્ડ વધી હતી. ગલગોટાનો ભાવ 28મીએ રોજ પ્રતિ કિલોએ રૂ. 50નો ભાવ બોલાતો હતો તે આજે રૂ. 80થી 100 સુધી બોલાયો હતો. જેને પગલે ગલગોટાના વેપારી અને લોકોમા ભાવ બાબતે રકઝક જોવા મળી હતી. રવિવારે સવારથી જ ગલગોટાનાં ફૂલની લારીઓ ઉપર લોકોની ભીડ જોવા મળતી હતી. ગત રોજ ગલગોટાનાં ભાવ રૂ. 30માં 250 ગ્રામ અને રૂ. 50માં કિલો બોલાતો હતો જે રવિવારે રૂ. 80થી 100 પ્રતિ કિલો થઈ ગયો હતો. હમણાં વરસાદને કારણે ગલગોટાનાં ફૂલના ઉત્પાદન ઉપર અસર પહોંચી છે, જેના કારણે ગલગોટાનો ઓછો જથ્થો આવતા ભાવમાં વધારો જોવા મળ્યો હતો.

હવે તહેવારોમાં ફૂલોના ભાવો હજુ વધશે
ગતરોજ ગલગોટાના ફૂલનો ભાવ પ્રતિ કિલોએ રૂ. 50 હતો. આજે સવારે અમે માર્કેટમાં ગલગોટાનાં ફૂલો લેવા ગયા ત્યારે આ ફૂલોનો ભાવ પ્રતિ કિલોએ રૂ. 80થી 100 બોલાતા હતા. વરસાદને કારણે ભાવમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. આવતા દિવસોમાં ફૂલોનાં ભાવોમાં વધારો થશે. નટુભાઈ દંતાણી, ફૂલ વેચનાર વેપારી

અન્ય સમાચારો પણ છે...