તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાઈ જનતા હાઈસ્કૂલની બહેનો કબડ્ડી સ્પર્ધામાં વિજેતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ | ઉનાઈ જનતા હાઈસ્કૂલની બહેનો (અંડર 17) એ ખેલ મહાકુંભની કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો. ખારેલ ખાતે યોજાયેલી સ્પર્ધામાં નવસારી જિલ્લાની પ્રતિસ્પર્ધી ટીમો સામે વિજય મેળવ્યો હતો. જનતા હાઈસ્કૂલની બહેનોની ટીમનું સુકાન શિવાની વાનખેડેએ સફળતાપૂર્વક સંભાળ્યું હતું. જ્યારે ખેલાડીઓને શાળાના આચાર્ય કેતન પટેલના માર્ગદર્શન હેઠળ પીટી શિક્ષક ભાવેશ પટેલ,હરીશ પટેલ, પ્રતાપ પટેલ સહિત શિક્ષકોએ પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું. તદ્ઉપરાંત કલાઉત્સવ અંતર્ગત મહાત્મા ગાંધીજીના 150મી જન્મ જયંતી નિમિત્તે યોજાયેલ નિબંધ લેખન, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધામાં જનતા હાઈસ્કૂલના વિરલ કોકણી, પિંકેશ પટેલ, ભાવિની પટેલ, મહિમા ચૌધરી પ્રથમ ક્રમે આવ્યા હતા. વિજેતા ટીમને શાળા પરિવાર તેમજ મંડળ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...