તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી ચાર પુલ વિસ્તારમાં પાણીની સમસ્યા હજુ યથાવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીનાં મુસ્લિમની બહુમતિવાળા ચારપુલ તથા તેની નજીકના વિસ્તારમાં પાણીની સમસ્યા હજુ હળવી પણ થઈ નથી.

નવસારીનાં વોર્ડ 10માં આવેલા ચારપુલ, લંગરવાડ, ઝારાવાડ, ઘાટીવાડ વગેરે વિસ્તારમા પાલિકા દ્વારા અપાતું પાણી અપૂરતુ, દુર્ગંધ મારતું અને અશુદ્ધ છે. આ બાબતની રજૂઆત ત્યાંના રહીશોએ પાલિકાને અવારનવાર કરી હતી. આમ છતાં સમસ્યાનો ઉકેલ ન આવતાં ઉક્ત વિસ્તારની મહિલાઓનો મોરચો સોમવારે કલેકટર કચેરી ગયો હતો ત્યાં ચીટનીશ જીજ્ઞા પરમાર સમક્ષ પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ કલેક્ટરાલયમાંથી પાલિકાનાં સીઓ પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જોકે આજે મંગળવારે તપાસ કરતા ઝારાવાડ સહિતના વિસ્તારમા સમસ્યા હળવી થઈ ન હતી. પાણી અપુરતૂ અને દુર્ગંધ મારતું જ આવ્યું હતું. પાલિકા તંત્ર ચકાસણી કરવા પણ ગયું ન હોવાનું જાણવા મળ્યું છે.

પાલિકાનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ નવી લાઇનની જે કામગીરી ઉક્ત વિસ્તારમા શરૂ કરાઈ છે તેમા હોળીમાં જતા રહેલા કામદારો પરત આવતાં બે ત્રણ દિવસમાં પુનઃ કામગીરી શરૂ કરાશે. આ કામગીરી પુરી થયાં બાદ જ અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી પૂરતું અને શુદ્ધ મળશે કે નહીં તે કહી શકાશે.

અન્ય સમાચારો પણ છે...