તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કસબાપાર શાળામાં મતદાન જાગૃતિ રેલી યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી | કસબાપાર વિભાગ કેળવણી મંડળ સંચાલિત વી.વી.પી.પી. વિદ્યાલય અને વી.એસ.પટેલ ઉ.માં.વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 18મીએ સવારે 9 કલાકે શાળાની આસપાસના વિસ્તારમાં શાળાથી ક્સ્બાપાર ગામ, હળપતિ વાસ, ચલમ ફળિયા, ફળિયા અને દેસાઇવાડ થઇ ગ્રામ પંચાયત સુધી બેનર અને પ્લે કાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરતાં ગ્રામજનોમાં મતદાન જાગૃતિ લાવવા રેલી યોજાઈ હતી. શાળાનાં ધોરણ-9 અને 11ના 65 વિદ્યાર્થીઓ, 8 કર્મચારીઓ તેમજ 5 ગ્રામજનો સાથે મળી રેલીમાં પોતાનો સિંહફાળો આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...