Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પ.ઓસ્ટ્રેલિયામાં અસરગ્રસ્તોની વહારે બીએપીએસના સ્વયંસેવકો
નવસારી | શ્રી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પૂ. જ્ઞાનવત્સલસ્વમી (અટલાદરા-વડોદરા) દ્વારા જાણવા મળ્યું છે કે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પશ્ચિમ વિભાગમાં લાગેલી ભીષણ આગમાં જેમનું નુકસાન થયું છે તેમની વહારે બીએપીએસના સ્વયંસેવકોની ટીમ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી તથા ઓસ્ટ્રેલિયા (સીડની) સ્થિત સંતોના માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગઈ હતી. બીએપીએસના સ્વયંસેવકોએ તાબડતોડ ખોરાક તૈયાર કર્યો અને તેને યોગ્ય રીતે પેક કરી કન્ટેનર મારફત આગના અસરગ્રસ્તોને પહોંચાડી આગમાં સર્વસ્વ ગુમાવનારાના જઠરાગ્નિને શાંત કર્યો હતો. હજારો લોકોની ક્ષુધા સંતોષી તેઓને આશ્વાસન આપ્યું અને મદદરૂપ થઈ સ્વામિનારાયણ ભગવાન તથા પૂ. મહંતસ્વામીનું નામ રોશન કર્યું હતું. પૂ. મહંતસ્વામીને આ ઘટનાની માહિતી આપવામાં આવી ત્યારે તેમણે સ્વયંસેવકો પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો હતો.