તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીરવાડી હનુ. ટ્રસ્ટ આદિ. કન્યાઓના અભ્યાસનો ભાર ઉઠાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં આવેલા વિરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા ડાંગ, ધરમપુર, સુથારપાડા જેવા અંતરિયાળ વિસ્તારોમાં માતા પિતાનું છત્ર ગુમાવી બેસેલી દીકરીઓને વિનામૂલ્યે અભ્યાસથી માંડીને રહેવા, જમવા માટેની તમામ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. નવસારીમાં આવેલા વીરવાડી હનુમાનજી મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી અનાથ કન્યા છાત્રાલયમાં હાલ ધોરણ 9થી કોલેજ કક્ષા સુધીની વિદ્યાર્થિનીઓને અભ્યાસથી માંડી દરેક પ્રવૃત્તિ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા અને વ્યારાનાં અંતરિયાળ આદિવાસી ગામોમાં રહેતા માતાપિતા વિનાના કે કોઈનાં માતા કે પિતા ન હોય તેવી બાળાઓને અભ્યાસ અર્થે વીરવાડી હનુમાનજી મંદિરના ટ્રસ્ટીઓ અશોકભાઈ ધોરાજીયા, ઓમ પ્રકાશ અગ્રવાલ અને તેમની ટીમના હોદેદારો દ્વારા ટ્રસ્ટ દ્વારા સંચાલિત છાત્રાલયમાં લાવવામાં આવે છે. આ દીકરીઓને અભ્યાસ સહિત રહેવા-જમવાની જેવી તમામ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ટ્રસ્ટ આદિવાસી અનાથ કન્યા છાત્રાલયમાં 50 જેટલી વિદ્યાર્થિનીઓ રહીને અભ્યાસ કરી રહી છે. આ બાળાઓને સરકાર અને દાતાઓનાં સહકારથી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. વીરવાડી મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અશોક ધોરાજીયા, ઓમ પ્રકાશ અગ્રવાલ સહિત ટ્રસ્ટીઓએ માહિતી આપી હતી.

વીરવાડી ખાતે ઉપસ્થિત ટ્રસ્ટના હોદ્દેદારો અને બાળાઓ. આ પ્રવૃત્તિમાં સહયોગ આપવા દાતાઓ આગળ આવે એવો અનુરોધ કરવામાં આન્યો છે.

અનાથ આદિજાતિની બાળાઓને ગ્રેજ્યુએટ બનાવીએ છીએ
ડાંગ, ધરમપુર, વ્યારાનાં અંતરિયાળ ગામોમાંથી માતાપિતા વિનાની આદિવાસી બાળાઓને અમારું ટ્રસ્ટ વિનામૂલ્યે અભ્યાસથી માંડીને ગ્રેજ્યુએટ સુધી દરેક સુવિધા આપવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં સહયોગ આપવા દાતાઓ આગળ આવે એવો અનુરોધ છે. અશોક ધોરાજીયા, પ્રમુખ, વીરવાડી હનુમાનજી મંદિર ટ્રસ્ટ

અન્ય સમાચારો પણ છે...