તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરગામ કોલેજમાં વિનાયક પટેલની GS તરીકે ચૂંટાઇ આવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરગામ સરસિયા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ગુરુવારે યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં પટેલ વિનાયક આઠ મતો સાથે કોલેજના નવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાતા સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

કોલેજના નવ સી.આર.એલ.આરની આચાર્ય ડો.એસ.એમ.પટેલની અધ્યક્ષતામાં વર્ષ 2018-19 માટે પસંદગી કરવામાં આવી હતી. જનરલ સેક્રેટરી માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં પટેલ વિનાયક અને પિંકલ પટેલે ઉમેદવારી નોંધાવી હતી, જેમાં પિંકલને 1 મત મળ્યો જ્યારે 8 મત સાથે પટેલ વિનાયકની જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ખેરગામ કોલેજમાં વિજેતા GS સમર્થકો સાથે.

અન્ય સમાચારો પણ છે...