તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉપસળમાં આયુર્વેદ દવાખાનામાં વહીવટી અને રસ્તાની મંજૂરી મળતાં ગ્રામજનો ખુશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા તાલુકાના ઉપસળ ગામે આદિવાસી દર્દીઓના જીવાદોરી સમાન સરકારી આયુર્વેદ દવાખાનામાં વરસાદમાં પાણી ટપકતા દર્દીઓ સહિત સ્ટાફ હાલાકી ભોગવી રહ્યા હતા. આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા વહીવટીતંત્ર હરકતમાં આવી વહીવટી અને રસ્તા માટેની મંજુરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો છે.

વાંસદા તાલુકાના ઉપસળ ગામના લોકોનો ઘરઆંગણે સારવાર મળે તે હેતુથી ગામના જ એક વ્યક્તિએ દવાખાના માટે જગ્યા દાનમાં આપી હતી. આ વિસ્તારના લોકો આ દવાખાના ઉપર નિર્ભર રહે છે. આ દવાખાનામાં વરસાદના સમયમાં ઠેર ઠેર પાણી ટપકતા લોકો અને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા હતા. આ ઉપરાંત દવાખાનામાં જવાનો રસ્તો પણ નથી. આ અંગેનો અહેવાલ 24મી સપ્ટેમ્બરે દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. નવસારી પીઆઈયુ અને ઇનચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી નયના પટેલે મુલાકાત કરી દવાખાનામાં જવા માટે રસ્તાની મંજૂરી દવાખાનાની બાજુમાં રહેતા એક વ્યક્તિ પાસેથી મેળવી હતી અને વહીવટી મંજૂરી પણ મળી જતા ટૂંક સમયમાં દવાખાનાનું કામ શરૂ કરવામાં આવશે. આમ દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા જ રસ્તા અને વહીવટી મંજૂરી મળતા લોકોમાં ખુશીનો માહોલ ફેલાયો હતો.

 ઈમ્પેક્ટ
23મી સપ્ટેમ્બરે પ્રસિદ્ધ થયેલ અહેવાલ

ગ્રાંટ મંજૂર થયાને 6 મહિના બાદ વહીવટી મંજૂરી
ઉપસળ આયુર્વેદ દવાખાનાની ગ્રાન્ટ મંજૂર થયાને 6 માસથી વધુ સમય થઇ ગયો હતો પરંતુ રસ્તા માટે અને વહીવટી મજૂરી માટે કામ રોકાયું હતું. અત્યારે રસ્તાનું નિરાકરણ અને વહીવટી મંજૂરી મળી ગઈ છે અને વહેલી તકે કામ શરૂ થઈ લોકોને પડતી હાલાકી દૂર થશે. નયના પટેલ, જિલ્લા ઇનચાર્જ આયુર્વેદ અધિકારી

અન્ય સમાચારો પણ છે...