તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદા પ્રતાપ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંસદા | વાંસદા તાલુકા કેળવણી મંડળ પ્રતાપ હાઈસ્કૂલના શતાબ્દી વર્ષના ઉજવણીના ભાગરૂપે હોલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેઓ એડવોકેટ બન્યા છે તેઓનો સન્માન સમારોહ શ્રીમંત મહારાજા દિગ્વિરેન્દ્રસિંહ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન પી.ડી.પટેલ (વા.ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત), અતિથિવિશેષ જશવંતભાઈ પટેલ, રમણભાઈ પટેલ એડવોકેટ ઉનાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં વાંસદા સિવિલ જજ અશોકભાઈ માલાણી, રાજવી પરિવારના કુંવરી વિરાંગનાકુમારી તેમજ ભરતભાઇ દશોંદી, પ્રધ્યુમનસિંહ સોલંકી સહિત ઉપસ્થિત રહ્યા હતા. મંડળના પ્રમુખ નટવરલાલ પાંચાલ, ધર્મેન્દ્રસિંહ સોલંકી, રાજુભાઈ ગાંધી, મહામંત્રી ધર્મેશભાઈ પુરોહિતનું સન્માન થયું હતું. કાર્યક્રમનું સંચાલન આચાર્ય મહેન્દ્રસિંહ પરમારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...