તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાંસદા કોલેજમાં યુવા દિવસની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાંસદા | સરકારી વિનયન અને વાણિજય કોલેજ વાંસદાના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ કે.સી.જી. અમદાવાદ અને રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન આચાર્ય પી.આર.શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધા અને પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. સ્પર્ધાઓમાં 162 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. વિવેકાનંદ આજના યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની શકે જો તેઓના જીવન સંદેશ દ્વારા મૂલ્યો સિંચન થાય તેમ આચાર્ય દ્વારા આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન જે.એમ.ભોયા, ડો.અનિલ ચૌધરી, ડો. ભગીનાબેન પટેલ તથા ડો.સુનિતા ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો