તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંકાલ સ્વામિ. મંદિરે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંકાલ (તા. ચીખલી) ગામે સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજ્યા છે ત્યારે સૌ ગ્રામજનોએ નિત્ય મંદિરે આવી ભગવાનના દર્શન કરવા. પ્રગટ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ મંદિર થયું છે. નિર્વ્યસની જીવન બનાવવું. ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ મહંતસ્વામીનો દૃઢ આશરો કરી જીવનને ભક્તિ પ્રધાન બનાવશો તો સાચા સુખ શાંતિ મળશે. ધર્મના નિયમો બંધન નથી પણ મુક્તિના સાધનો છે. સૌ હરિભક્તો બધી જ રીતે સુખીયા થાય એવી મહારાજ સ્વામીના ચરણારવિંદમાં પ્રાર્થના ઉપરોક્ત શબ્દો વંકાલ સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરી મંદિરને સર્વજનો માટે ખુલ્લુ મુકતા બોચાસણ મંદિરના સદગુરૂ સંત પૂ. ત્યાગવલ્લભ સ્વામીએ ઉચ્ચાર્યા હતા.

સવારે 7.30થી 9.30 કલાક દરમિયાન શાસ્ત્રોક્તવિધિ મુજબ થયેલા પ્રાણપ્રતિષ્ઠા મહાપુજામાં 800 ઉપરાંત હરિભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પૂ. ત્યાગવલ્લભ સ્વામી, નવસારી મંદિરના મહંત પૂ. આચાર્યસ્વામી, કોઠારી પૂ. પૂર્ણકામસ્વામી, પૂ. પુરૂષોત્તમચરણસ્વામી, તીથલ મંદિરના કોઠારી પૂ. વિવેકસ્વરૂપસ્વામી, સેલવાસના કોઠારી પૂ. દિવ્યતનય સ્વામી, ઉકાઈના કોઠારી પૂ. યોગેશદાસ સ્વામી, સાંકરીના પૂ. ધ્યાનજીવન સ્વામી તથા વિવિધ મંદિરના સંતોની ઉપસ્થિતિમાં આણંદના ભૂદેવ નિલેશભાઈએ વેદોક્ત વિધિ અનુસાર પ્રાણપ્રતિષ્ઠાવિધિ કરાવ્યો હતો. પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. વિવેકસ્વરૂપ સ્વામી, પૂ. આચાર્યસ્વામી વગેરે વરિષ્ઠ સંતોના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. મંદિરના અક્ષરપુરૂષોત્તમ, મહરાજ, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી અને ગણેશજીની મૂર્તિમાં પ્રાણ પૂર્યા હતા. પ્રાણપ્રતિષ્ઠા વિધિ બાદ ભગવાન સમક્ષ 350થી 400 વિવિધ વ્યંજનોનો અન્નકૂટ ધરાવાયો હતો. આ દિવ્ય દર્શનનો લાભ લઈ હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. વંકાલ સત્સંગ મંડળના હરિભક્તોએ વડીલ સંતોનું પુષ્પમાળાથી અભિવાદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...