તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વચનામૃત એ સમજણનું શાસ્ત્ર છે: પૂ. અનિર્દેશ સ્વામી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવસારી | હર કોઇ માનવી આધિભૌતિક આધિ દૈવિક અને આધ્યાત્મિક એમ ત્રિવિધ તાપથી ઘેરાયેલા છે. સાંસારિક જીવનમાં આવતી અનેક સમસ્યાઓ વિપરિત સંજોગો-સ્થિતિમાં માનવી સંતુલન ન ગુમાવે અને સ્થિર રહી શકે તે માટે ભગવાન સ્વામિનારાયણે ઉદબોધેલાં વચનામૃતનો નિત્ય અભ્યાસ-મનન કરતા રહેવું જોઇએ. સંપત્તિ વધે એટલે સુખ વધે જ એવું નથી. સુવિધા-સગવડો વધે એટલે આનંદ વધે જ એવું નથી. કિંતુ જે સમજણ રાખે સવળી સમજણ રાખે તે સુખ-શાંતિ અનુભવી શકે છે. વચનામૃત સમજણનું શાસ્ત્ર છે. જીવ, જગત અને જગદીશનું જ્ઞાન વચનામૃતમાંથી મળે છે. સવળી સમજણ એટલે જીવ જગતનું જ્ઞાન અને જગદીશ એટલે ભગવાનનું જ્ઞાન વચનામૃત ભગવાન અને ભગવાનના ભક્તનો યથાર્થ મહિમા સમજાવે છે અને અધ્યાત્મની કેડીએ આગળ લઇ જાય છે. ઉપરોક્ત શબ્દો નવસારી સ્વામિનારાયણ મંદિરે વચનામૃત બ્રહ્મસત્ર અને રવિ સભામાં ઉપસ્થિત હરિભક્તોને સંબોધતા ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂ.અનિર્દેશ સ્વામીએ ઉચ્ચાર્યા હતાં. પૂ.અનિર્દેશ સ્વામીએ દ્રષ્ટાંતો-પ્રસંગોને સથવારે સમજાવ્યું હતું કે આપણું સાચું સ્વરૂપ દેહ નહિ કિંતુ આત્મા છે. આત્મા દેહથી જુદો છે. દેહ જડે નાશવંત, નરકરૂપ અને દુ:ખરૂપ છે. જ્યારે આત્મા ચૈતન્ય, અવિનાશી, આનંદરૂપ અને સુખરૂપ છે. શરીરમાંથી ચૈતન્ય-આત્મા-ચાલી જાય પછી તેની કોઇ કિંમત નથી. આત્માને લીધે શરીરનું સુખ છે. નાશવંત શરીર તેના સંપર્કમાં આવતી ચીજોને નાશવંત બનાવે છે. આત્મજ્ઞાનના અભાવને લીધે દુ:ખ અનુભવાય છે. દેહ અને દેહના સંબંધીઓને લઇને બધા પ્રશ્નો ઉદભવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો