તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર પરીક્ષા સમયસર લે તે માટે બેરોજગારોનું વેદના પત્ર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હાલમાં બિનસચિવાલયની પરીક્ષા નવા આવેલ સરકારનાં જીઆરને લઈને મોકૂફ રાખી છે તેને લઈને સરકારની વિવિધ જગ્યાઓ ઉપર પરીક્ષા માટે ફોર્મ ભરેલ ઉમેદવારોએ આજ રોજ કલેકટરને આવેદન આપીને જે ભરતીઓમાં સરકારનો જીઆર લાગુ પડતો નથી તેની ભરતી બહાર પાડવા અને પરીક્ષા લેવા માટે અપીલ કરી હતી.

નવસારીનાં ભાવસિંહ સરવૈયા અને અન્ય નોકરી વાંચ્છુકોઓ એ શુક્રવારે કલેકટરને ઉદેશીને આવેદન પત્ર આપતા જણાવ્યું કે, હાલમાં ગુજરાત સરકાર દ્વારા બધી જ ભરતીઓની પ્રક્રિયાઓ સ્થગિત કરાય છે અને પરિણામો પર રોકવામાં આવ્યા છે. તેના ઉપર ધ્યાન દોરતા જણાવ્યું કે જે ભરતીમાં સરકારનાં જીઆરની જરૂર નથી કે જૂના જીઆર મુજબ કરવામાં આવનાર છે તે પરીક્ષાઓની તારીખ જાહેર કરાય જેમાં જુનીયર ક્લાર્ક, કોસ્ટ ગાર્ડની પરીક્ષાઓ લેવાનાર છે જેની તારીખો જાહેર કરાય ઉપરાંત ગ્રાન્ટેડ શિક્ષકોની ભરતીની તારીખની જાહેરાત જલ્દીથી બહાર પાડવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

જૂના જીઆર મુજબ જગ્યા ભરવા માંગ

ગુજરાતમાં બિન સચિવાલયની બિન સચિવાલય,TET TAT , GPSC વર્ગ 1-2 માં 234 કોસ્ટ ગાર્ડ ,કૃષિ યુનીવર્સીટી ક્લાર્ક એસટી કંડકટર અને ડ્રાઈવર સીનીયર ક્લાર્ક સહીત 20 હજાર જેટલી જગ્યાઓ ખાલી હોય અને તેની ભરતી જુના જીઆર મુજબ જ ભરતી થવાની હોય તે માટે સરકાર ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. > ભાવસિંહ સરવેયા નવસારી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો