ઉનાઈ ગ્રા.પં. પાસે માજી સરપંચ વિરૂદ્ધ કાર્યવાહીનો ટીડીઓએ રિપોર્ટ માંગતા રાજકારણમાં ગરમાટો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનાઈ ગ્રામ પંચાયતના માજી સરપંચના હાથ પર રૂ. 6.50 લાખની સિલક રહેલી છે. ે વારંવાર સભામાં હોબાળો થતો આવ્યો છે. રેલો વાંસદા ટીડીઓ પર આવનાર હોય ટીડીઓએ ઉનાઈ ગ્રા.પં. પાસે માજી સરપંચ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરાઈ છે કે નહીં તેનો રિપોર્ટ મંગાવાયો છે.

ઉનાઈ ગ્રામપંચાયતમાં ગત ટર્મમાં સરપંચપદે અશ્વિનભાઈ ગામીત ચૂંટાયા હતા. તેમના 5 વર્ષ પૂર્ણ થતા તેમના કાર્યકાળ દરમિયાન તેમના હાથ પર રોકડ સિલક રૂ. 6,49,960 હતી. આ ટર્મમાં અશ્વિનભાઈ ગામિત ફરી સભ્ય તરીકે ચૂંટાયા હતા. હાલના સરપંચ જ્યોતિબેન પટેલની પેનલને સાથ આપ્યો હતો. આ બાબતે વારંવાર ગ્રામસભા અને સામાન્ય સભામાં અશ્વિન ગામીતના હાથ પર બોલતી સિલક ભરાવવા લોકો અને ગ્રા.પં.ના સભ્ય દ્વારા માગ કરાઈ હતી. 1લી ઓકટોબરે ગ્રા.પં. દ્વારા માજી સરપંચને રૂ. 6,49,960 ગ્રા.પં. કચેરીમાં 7 દિવસમાં ભરવા નોટીસ અપાઈ હતી. માજી સરપંચ દ્વારા આ નોટીસની અવગણના કરાઈ હતી. આ અગાઉ વાંસદા ટીડીઓ દ્વારા 5મી સપ્ટેમ્બરે સરપંચને માજી સરપંચ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની નોટીસ આપી હતી પરંતુ હાલના સરપંચ અને ટીડીઓની મીલીભગતથી કાર્યવાહી કરાઈ ન હતી. ઉનાઈના જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઈ હતી. જેનો રેલો ટીડીઓ પર આવવાનો લાગતા ટીડીઓએ ઉનાઈ ગ્રા.પં.ને 10મી ડિસેમ્બરે માજી સરપંચ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ સહિતની કાર્યવાહી કરાઈ છે કે કેમ? તેનો રિપોર્ટ 2 દિવસમાં મંગાવ્યો હતો. આ બાબતને લઈને ઉનાઈ ગ્રા.પં.ના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.